Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 176
________________ વિવેચન ૧૬૭ પ્રમત્તથી ક્ષીણમોહ સુધી મન:પર્યવજ્ઞાન સહિત એટલે ચાર જ્ઞાન - ત્રણ દર્શન અને છેલ્લા બે ગુણસ્થાનકે કેવલજ્ઞાન, કેવલદર્શન એ બે ઉપયોગ હોય છે. 1149 11 સાસણભાવે નાણું વિઉન્વાહારગે ઉરલ મિસ્સે । નેગિદિસુ સાસાણો નેહાહિગયું સુયમયંપિ ॥ ૫૨ ॥ ભાવાર્થ : સાસ્વાદનમાં જ્ઞાન, વૈક્રિય આહારકના પ્રારંભ કાલે ઔદારિકમિશ્ર યોગ, એકેન્દ્રિય જીવોને સાસ્વાદન ન હોય. આ ત્રણ બોલ સિદ્ધાંતમાં કહેલ છે. કાર્મગ્રંથિક મતે માન્યતા નથી. || પર || છસુ સવ્વા તેઉ તિનં ઈંગિ છસુ સુક્કા અજોગિ અલ્લેસા । બંધરસ મિચ્છ અવિરઈ કસાય જોગત્તિ ચઉં કે ઉ || ૫૩ || ભાવાર્થ : એકથી છ ગુણઠાણે છ લેશ્યા, તેજો આદિ ત્રણ એક સાતમા ગુણઠાણે, આઠથી તેર ગુણઠાણે એક શુક્લલેશ્યા. અયોગિઅલેશી હોય છે. બંધના ચાર હેતુઓ હોય. મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ. ॥ ૫૩ ॥ અભિગહિય – મણભિગહિયા - ભિનિવેસિઅ સંસઈય મણા ભોગં । પણ મિચ્છ બાર અવિરઈ મણ કરણા નિઅમુ જિઅવહો || ૫૪ | નવ સોલ કસાયા પનર જોગ ઈઅ ઉત્તરાઉ સગવન્ના | ઈઅ ચઉ પણ તિ ગુણેસુ ચઉ તિ દુ ઈગ પચ્ચઓ બંધો ॥ ૫૫ ॥ ભાવાર્થ : અભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક, અને અનાભોગિક આ પાંચ પ્રકારના મિથ્યાત્વ હોય, પાંચ ઈન્દ્રિય અને મન એ છનું અનિયમન અને છ કાયનો વધ એ બાર અવિરતિ કહેલી છે. નવ નો કષાય, સોળ કષાય આ પચ્ચીશ કષાયો તથા પંદર પ્રકારના યોગ હોય એમ સત્તાવન બંધ હેતુઓ હોય છે. II ૫૪ | ૫૫ || ચઉં મિચ્છ મિચ્છ અવિરઈ પચ્ચઈઆ સાય સોલ પણતીસા | જોગ વિષ્ણુ તિપ્પચ્ચઈઆ હારગ જિણ વજજ સેસાઓ ।। ૫૬ ॥ ભાવાર્થ : ચાર બંધ હેતુવાળી એક શાતાવેદનીય, મિથ્યાત્વ હેતુવાળી સોળ, મિથ્યાત્વ - અવિરતિવાળી પાંત્રીશ, યોગવિના ત્રણ હેતુવાળી પાંસઠ, આહારકક્વિક જિનનામ વર્જીને જાણવી. || ૫૬ ||

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186