________________
૯૮
ર્મગ્રંથ - ૪ દાણો અધિક કરીએ ત્યારે મધ્યમ યુક્ત અનંતાની શરૂઆત થાય છે. તથા ઉત્કૃષ્ટ યુક્ત અનંતામાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે મધ્યમ યુક્ત અનંતાની છેલ્લી સંખ્યા આવે છે.
જઘન્ય યુક્ત અનંતામાં જેટલી સંખ્યા છે તેટલી સંખ્યાવાળા તેટલા ઢગલા કરવા અને તેનો પરસ્પર ગુણાકાર કરવો. છેલ્લે જે સંખ્યા આવે તે સાતમું જઘન્ય અનંતાનંતુ થાય છે.
જઘન્ય અનંતાનંતામાં જે સંખ્યા છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ પ્રાપ્ત થાય છે.
જઘન્ય અનંતાનંતામાં જે સંખ્યા છે તેમાં એક દાણો અધિક કરીએ ત્યારે મધ્યમ અનંતાનંતાની સંખ્યાની શરૂઆત થાય છે. આ આઠમુ મધ્યમ અનંતાનંતુ કોઈ કાળે પૂર્ણ થતું નથી. આથી નવમું ઉત્કૃષ્ટ અનંતાનંત પ્રાપ્ત થઈ શકતું નથી.
કેટલાક આચાર્યોના મતે જઘન્ય યુક્ત અસંખ્યાત જે ચોથ કહેલું છે. ત્યાં સુધી જે સંખ્યા આવે છે ત્યાં સુધી એક મતે હોય છે. તે પછીથી આ રીતે અસંખ્યાતુ અને અનંતુ જાણવું.
જઘન્ય યુક્ત અસંખ્યાતામાં જેટલી સંખ્યા રહેલી હોય છે. તેનો વર્ગ કરીએ ત્યારે સાતમુ અસંખ્યાત અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે.
જઘન્ય અસંખ્યાત અસંખ્યાતામાં જેટલી સંખ્યા છે તેટલી સંખ્યાનો ત્રણ વાર વર્ગ કરવો અને તેમાં દશ અસંખ્યાતી ચીજ ઉમેરવી. તે દશનાં નામ આ પ્રમાણે - ૧. લોકાકાશના પ્રદેશો. ૨. ધર્માસ્તિકાયના પ્રદેશો ૩. અધર્માસ્તિકાયના પ્રદેશો ૪. એક જીવના આત્મ પ્રદેશો ૫. સ્થિતિબંધના અધ્યવસાયના સ્થાનો ૬. રસબંધના અધ્યવસાયના સ્થાનો ૭. યોગના પલિચ્છેદો ૮. ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો ૯. પ્રત્યેક જીવનાં શરીરો ૧૦. નિગોદનાં જીવનાં શરીરો. આ દશ વસ્તુ ઉમેરીને ૩ વાર વર્ગ કરીએ ત્યારે પહેલું જઘન્ય પરિત્ત અનંતુ પ્રાપ્ત થાય છે.
જઘન્ય પરિત અનંતામાં જેટલી સંખ્યા છે તેટલી સંખ્યાવાળા તેટલા ઢગલા કરી પરસ્પર ગુણાકાર કરવો અને જે સંખ્યા આવે તે ચોથુ જઘન્ય