Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૫o
કર્મગ્રંથ - ૪ ચતુઃસંયોગી ભાંગાઓનું વર્ણન – ૫ ભાંગા હોય છે.
(૧) ૧-૨-૩-૪ ઉપશમભાવ - ક્ષાયિકભાવ - ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ.
(૨) ૧-૨-૩-૫ ઉપશમભાવ – ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ - પારિણામિકભાવ.
(૩) ૧-૨-૪-૫ ઉપશમભાવ - ક્ષાયિકભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ.
(૪) ૧-૩-૪-૫ ઉપશમભાવ - ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ.
(૫) ૨-૩-૪-૫ ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ - પારિણામિકભાવ.
આ ૫ ભાંગામાંથી છેલ્લા બે ભાંગા એટલે કે ૪થો ઉપશમ – ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક ભાંગો ઘટે છે. તે આ રીતે, ઉપશમભાવે સમક્તિ, ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિકભાવે ગતિ આદિ અને પારિણામિકભાવે જીવત્વ આદિ. આ ભાંગો ચારે ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ઉપશમસમતિમાં વિદ્યમાન જીવોને હોય છે. માટે ચારે ગતિને આશ્રયીને ચાર ભાંગા ઘટે છે. પમો ક્ષાયિક - ક્ષયોપશમ - ઔદયિક – પારિણામિક ભાગો ઘટે છે. તે આ રીતે, ક્ષાયિકભાવે સમકિત, ક્ષયોપશમભાવે જ્ઞાનાદિ, ઔદયિભાવે ગતિઆદિ અને પારિણામિકભાવે જીવ–આદિ. આ ભાંગો ચારે ગતિમાં રહેલા ક્ષાયિકસમક્તિી જીવોને હોય છે. નારકીમાં ૧ થી ૩ નારકમાં, તિર્યંચમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યમાં સંખ્યાત, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો, દેવમાં વૈમાનિક દેવલોક હોય છે. આ કારણથી ચાર ગતિને આશ્રયીને ચાર ભાંગા ગણાય છે.
પંચ સંયોગી ભાંગાઓનું વર્ણન – એક ભાંગો હોય છે.
૧-૨-૩-૪-૫. ઉપશમ - ક્ષાયિક – ક્ષયોપશમ - ઔદયિક - પારિણામિક.
આ ભાંગો ૧૧મા ગુણસ્થાનકે રહેલા લાયિન્સમકિતી જીવે ઉપશમ

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186