________________
વિવેચન
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન ગણાય છે.
૨. વૈક્રિયકાયયોગ અને આહારકકાયયોગના પ્રારંભ વખતે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. તથા વૈક્રિયકાયયોગ અને આહારકકાયયોગમાંથી ઔદારિકકાયયોગ પ્રાપ્ત કરતી વખતે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્રકાયયોગ હોય છે.
૮૯
૩. એકેન્દ્રિય જીવોને સાસ્વાદન ગુણસ્થાનક હોતું નથી. નિયમા પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
ચૌદ જીવભેદને આશ્રયીને યોગાદિનું વર્ણન. ૧. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયને ત્રણ યોગ.
૨. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસંશીપંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બીજે ગુણસ્થાનકે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ગણાતું હોવાથી બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય અપર્યાપ્તામાં પાંચ ઉપયોગ - ૨ અજ્ઞાન, ૨ જ્ઞાન, ૧ અચક્ષુદર્શન અને ચઉરીન્દ્રિય અપર્યાપ્તા અને અસંશીપંચેન્દ્રિય અપર્યાપ્તામાં છ ઉપયોગ હોય છે. ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન.
માર્ગણાને વિષે ગુણસ્થાનકાદિનું વર્ણન
૧. તિર્યંચગતિમાં સામાન્યથી તેર યોગ હોય છે. વૈક્રિયશરીર કરનારા તિર્યંચોને અગ્યાર હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ.
સિદ્ધાંતને અનુસરીને વૈક્રિયનાં પ્રારંભ કાળે ઔદારિકમિશ્નકાયયોગ ગણાતો હોવાથી બાર યોગ ગણાય છે. ઔદાકિમિશ્રકાયયોગ સાથે બાર.
૨. મનયોગ, વચનયોગ માર્ગણાને વિષે અપર્યાપ્તા અવસ્થામાં કાર્યણ અને ઔદારિકમિશ્ર બે યોગ વિના તેર યોગ હોય છે. તેમાં સિદ્ધાંતના મતે વૈક્રિય અને આહારકના પ્રારંભ કાળે ઔદારિકમિશ્રકાયયોગ ગણેલો હોવાથી ચૌદ યોગ ગણાય છે.
૩. મન:પર્યવજ્ઞાન માર્ગણાને વિષે તેર યોગ હોય છે. તેમાં સિદ્ધાંતના મતે પ્રારંભકાળે ઔદારિકમિશ્રયોગ માનેલો હોવાથી ચૌદ યોગ ગણાય છે.