________________
વિવેચન
મધ્યમ અસંખ્ય અસંખ્યાતુ ૯. ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાતુ.
(૩) ૧. જઘન્ય પરિત્ત અનંતુ ૨. મધ્યમ પરિત્ત અનંતુ ૩. ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ. ૪. જઘન્ય યુક્ત અનંતુ ૫. મધ્યમ યુક્ત અનંતુ ૬. ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ. ૭. જઘન્ય અનંત અનંતુ. ૮. મધ્યમ અનંત અનંતુ. ૯. ઉત્કૃષ્ટ અનંત અનંતુ.
૧
(૧) જઘન્ય સંખ્યાને વિષે, જે સંખ્યાનો ભાગ થઈ શકે એવી જે સંખ્યા તે જઘન્ય સંખ્યા રૂપે ગણાય છે, જેમકે, બેની સંખ્યામાંથી ભાગ થતાં એક થઈ શકે છે. જ્યારે એકનો ભાગ થતો નથી, તેથી એકની સંખ્યા જઘન્ય સંખ્યા રૂપે ગણાતી નથી. પણ બેની સંખ્યા તેના ભાગ થતાં હોવાથી જઘન્ય સંખ્યારૂપે ગણાય છે.
(૨) મધ્યમ સંખ્યાતુ - ત્રણની સંખ્યાથી શરૂ કરીને એટલે કે જઘન્ય સંખ્યામાં એક અધિક કરતાં મધ્યમ સંખ્યાની શરૂઆત થાય છે. અને તે ઉત્કૃષ્ટ સંખ્યા પ્રાપ્ત ન થાય એટલે કે ઉત્કૃષ્ટ સંખ્યામાંથી એક ન્યૂન કરીએ ત્યાં સુધીની જે સંખ્યાનાં આંક આવે તે બધી સંખ્યાઓ મધ્યમ સંખ્યા રૂપે ગણાય છે.
(૩) ઉત્કૃષ્ટ સંખ્યાતાનું વર્ણન
અત્રે અસત્ કલ્પનાથી એટલે કે હવે જે રીત કહેવાશે તે રીત જગતમાં કોઈએ કરી નથી પણ જ્ઞાનીની દ્રષ્ટિથી તે રીત જોવાયેલી હોવા છતાં કોઈએ કરેલી ન હોવાથી અસતરૂપે ગણાય છે. આ રીત ભૂતકાળમાં કોઈ કાળે કોઈએ કરી નથી, વર્તમાનમાં કોઈ કરતું નથી અને ભવિષ્યમાં કોઈ કાળે કોઈ કરવાનું નથી. માટે તે રીત અસત્ કહેવાય છે.
સામાન્ય રીતે જંબુદ્વીપ જેવડા એક લાખ યોજન લાંબા, પહોળા અને એક હજાર યોજન ઊંડા ચાર પ્યાલા બનાવવા. તે ચાર પ્યાલાનાં નામ આ પ્રમાણે જાણવા.
૧. અવસ્થિત પ્યાલો. ૨. શલાકા પ્યાલો. ૩ પ્રતિશલાકા પ્યાલો. ૪. મહાશલાકાપ્યાલો.
૧. અવસ્થિત પ્યાલાનું વર્ણન - આ પ્યાલો એક લાખ યોજન લાંબો,