________________
વિવેચન
૩૫
અજ્ઞાન અને બે દર્શન હોય અને સમ્યક્ત્વની સન્મુખ હોય તો બે જ્ઞાન અને બે દર્શન હોય છે.
૫. લેશ્યા દ્વાર - છ લેશ્યા હોય છે.
મનુષ્યગતિને વિષે જીવસ્થાનાદિનું વર્ણન
૧. જીવભેદ - ૩. અસંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો, સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો અને સંશી પંચેન્દ્રિય પર્યામા મનુષ્યો,
૨. ગુણસ્થાનક - ૧૪.
૩. યોગ - ૧૫ અસંશીઅપર્યાપ્તા જીવોને કાર્યણકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, ઔદારિકકાયયોગ, અને અસત્યામૃષાવચનયોગ એમ ચાર યોગ હોય છે.
શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા થયેલા જીવને ઔદારિકકાયયોગની શરૂઆત થાય છે.
ભાષા પર્યાપ્તની શરૂઆત થતાં અસત્યામૃષાવચનયોગની શરૂઆત થાય છે.
સંશીપર્યાપ્તા જીવને વિષે ઔદારિકમિશ્નકાયયોગ તેરમા ગુણસ્થાનકે રહેલા કેવલી ભગવંતો કેવલી સમુદ્દાત કરે ત્યારે બીજા અને સાતમા સમયે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે તથા બીજા, ચોથા અને પાંચમા સમયે કાર્યણકાયયોગ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યો વૈક્રિય શરીર કરે ત્યારે વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. આહારક લબ્ધિવાલા મનુષ્યો આહારક શરીર કરે ત્યારે આહારકમિશ્નકાયયોગ હોય છે.
૪. ઉપયોગ દ્વાર – ૧૨
-
૫. લેશ્યા ૬. અસંશીપંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો તથા લબ્ધિ અપર્યાપ્તા સંશી મનુષ્યને પહેલી ત્રણ લેશ્યા હોય છે. બાકીના મનુષ્યોને છ લેશ્યા હોય છે.
દેવગતિને વિષે જીવસ્થાનાદિનું વર્ણન. ૧. જીવભેદ ૨. સંશીઅપર્યાપ્તો, સંશીપર્યામો.
૨. ગુણસ્થાનક -૪ ૧. મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪.