________________
૬૬
ર્મગ્રંથ-૪ અથવા દેવતા અને નારીના જીવો ઉત્તર વૈક્રિયશરીર કરતાં ઉપશમ સમકિતના કાળમાં વૈક્રિયમિશ્રકાયયોગ કરતાં હોય ત્યારે તે યોગ ઘટે છે.
ઉપયોગ = ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. વેશ્યા = ૬.
(૧) જ્યારે જીવો નવું ઉપશમસમકિત પ્રાપ્ત કરે ત્યારે અને ઉપશમ શ્રેણીનું ઉપશમસમકિત પ્રાપ્ત કરે ત્યારે ત્રણ શુભલેશ્યામાંથી કોઈપણ શુભલેશ્યા હોય છે. પણ જ્યારે જીવ ઉપશમ શ્રેણીથી પડીને ચાર થી છ ગુણસ્થાનકમાં આવે ત્યારે ત્રણ અશુભલેશ્યામાંથી કોઈપણ અશુભલેશ્યા પ્રાપ્ત થતી હોવાથી છ લેશ્યા કહી છે.
૨. ક્ષયોપશમ સમકિત - જીવભેદ = ૨ સંપર્યાપ્તા અને સંજ્ઞીઅપર્યાપ્તા.
(૧) સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિત લઈને જીવ ચારે ગતિમાં જઈ શકે છે. તેમાં નરકમાં સમકિત લઈને જાય તો એક થી છ નરક સુધી જાય છે. તિર્યંચમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં જઈ શકે છે. દેવમાં ચારે નિકાયના દેવોમાં જઈ શકે છે.
(૨) કાર્મગ્રંથિક મતે આ સમકિત લઈને વૈમાનિક દેવમાં જ જઈ શકે છે. ગુણસ્થાનક = ૪ થી ૭.
૧. આ સમકિતના કાળમાં જ જીવ ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકે છે.
૨. ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીની શરૂઆત ચાર થી સાત ગુણસ્થાનકમાં થઈ શકે છે.
યોગ = ૧૫. ઉપયોગ = ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. વેશ્યા = ૬.
(૧) આ સમકિતની પ્રાપ્તિમાં જીવને શુભલેશ્યા હોય છે. પ્રાપ્ત ર્યા બાદ કોઈપણ અશુભલેશ્યા આવવાની યોગ્યતા હોવાથી છ વેશ્યા કહેલી છે. કારણ કે આ સમકિતનો કાળ ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ હોય છે.
૩. ક્ષાયિકસમતિ= જીવભેદ = ૨. સંજ્ઞીપર્યાપ્તા અને સંજ્ઞઅપર્યાપ્તા. યોગ - ૧૫. ઉપયોગ - ૯ - ૫ જ્ઞાન, ૪ દર્શન. વેશ્યા - ૬ ૧. કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યા ક્ષાયિકસમકિત પ્રાપ્ત કર્યા પછી ચોથા,