________________
વિવેચન
૧
ગતિમાં સિધ્ધના જીવો કરતાં અસંખ્યાતગુણા અધિક વિગ્રહગતિમાં સંસારી જીવો સદા માટે રહેલા હોય છે. તેના કરતાં આહારી જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. કારણ કે વિગ્રહ ગતિમાં આઠમાં અનંતા જેટલા જીવો સદા માટે રહેલા હોવાથી આહારી જીવો અસંખ્યાતગુણા અધિક થઈ શકે છે.
માર્ગણાઓને વિષે જીવસ્થાનકાદિનું વર્ણન.
(૧) દેવગતિ, નરકગતિ, વિભંગજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમ, ક્ષાયિક અને ઉપશમસમકિત, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા અને સંશી માર્ગણા આ તેર માર્ગણાને વિષે બે જીવભેદ હોય છે. ૧. સંન્નીઅપર્યાપ્તા અને. ૨. સંશીપર્યામા.
(૨) મનુષ્યગતિને વિષે ત્રણ જીવભેદ હોય છે. (૧) અસંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા (૨) સંક્ષીપંચેન્દ્રિય અપર્યાપ્તા (૩) સંશીપંચેન્દ્રિયપર્યાદા,
(૩) તેોલેશ્યાને વિષે ત્રણ જીવભેદ હોય છે. (૧) બાદરઅપર્યાપ્તા એકેન્દ્રિય (૨) સંશીપંચેન્દ્રિયઅપર્યાપ્તા (૩) સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાદા.
(૪) એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય આ છ માર્ગણાને વિષે પહેલા બાર જીવભેદ હોય છે.
(૫) અસંશી માર્ગણાને વિષે પહેલા બાર જીવભેદ હોય છે. (૬) બેઈન્દ્રિય માર્ગણાને વિષે પોતાના બે જીવભેદ હોય છે. (૭) તેઈન્દ્રિય માર્ગણાને વિષે પોતાના બે જીવભેદ હોય છે. (૮) ચઉરીન્દ્રિય માર્ગણાને વિષે પોતાના બે જીવભેદ હોય છે. (૯) ત્રસકાય માર્ગણાને વિષે છેલ્લા દસ જીવભેદ હોય છે. (૧૦) અવિરતિ, આહારી, તિર્યંચગતિ, કાયયોગ, ચારકષાય, બે અજ્ઞાન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષુદર્શન, નપુંસકવેદ અને મિથ્યાત્વ. આ અઢાર માર્ગણાને વિષે ચૌદ જીવભેદ હોય છે.
(૧૧) કેવલજ્ઞાન અને કેવલદર્શન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત, દેશવિરતિ, મન:પર્યવજ્ઞાન, મનયોગ, મિશ્રસમકિત. આ અગ્યાર માર્ગણાને વિષે એક છેલ્લો જીવભેદ હોય છે.