________________
ર
કર્મગ્રંથ-૪ (૧૨) વચનયોગ માર્ગણાને વિષે છેલ્લા પાંચ પર્યાપ્તા જીવભેદ હોય છે.
(૧૩) ચક્ષુદર્શન માર્ગણાને વિષે છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા અપર્યાપ્તા સાથે જીવભેદ હોય છે.
(૧૪) સ્ત્રીવેદ, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ આ ત્રણને વિષે છેલ્લા ચાર જીવભેદ હોય છે.
(૧૫) અણાહારીને વિષે છ અપર્યાપ્તા અને છેલ્લા બે જીવભેદ હોય છે.
(૧૬) સાસ્વાદનને વિષે સૂક્ષ્મ અપર્યાપ્તા સિવાય છે અપર્યાપ્તા અને એક સંજ્ઞીપર્યાપ્તો એમ સાત જીવભેદ હોય છે.
માર્ગણાઓને વિષે ગુણસ્થાનાદિનું વર્ણન ૧. તિર્યંચગતિમાં ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે. ૨. દેવગતિ, નરકગતિ ૧ થી ૪ ગુણસ્થાનક.
૩. મનુષ્યગતિ, સંશી, પંચેન્દ્રિય, ભવ્ય, ત્રસકાય, આ પાંચ માર્ગણાને વિષે ૧ થી ૧૪ ગુણસ્થાનક.
૪. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય આ સાત માર્ગણાને વિષે ૧લું અને રજું ગુણસ્થાનક.
૫. તેઉકાય, વાયુકાય અને અભિવ્ય આ ત્રણ માર્ગણાને વિષે ૧લું ગુણસ્થાનક.
૬. ત્રણ વેદ, ક્રોધ, માન, માયા આ છ માર્ગણાને વિષે ૧ થી ૯ ગુણસ્થાનક.
૭. લોભકષાય માર્ગણાને વિષે ૧ થી ૧૦ ગુણસ્થાનક. ૮. અવિરતિસંયમ માર્ગણાને વિષે ૧ થી ૪ ગુણસ્થાનક. ૯. ત્રણઅજ્ઞાન = ને વિષે ૧લું, રજું અથવા ૧ થી ૩ ગુણસ્થાનક. ૧૦. ચાદર્શન, અચક્ષુદર્શનને વિષે ૧ થી ૧૨ ગુણસ્થાનક. ૧૧. યથાખ્યાત સંયમને વિષે ૧૧ થી ૧૪ ગુણસ્થાનક. ૧૨. મન:પર્યવજ્ઞાનને વિષે ૬ થી ૧૨ ગુણસ્થાનક.