SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ર કર્મગ્રંથ-૪ (૧૨) વચનયોગ માર્ગણાને વિષે છેલ્લા પાંચ પર્યાપ્તા જીવભેદ હોય છે. (૧૩) ચક્ષુદર્શન માર્ગણાને વિષે છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા અપર્યાપ્તા સાથે જીવભેદ હોય છે. (૧૪) સ્ત્રીવેદ, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ આ ત્રણને વિષે છેલ્લા ચાર જીવભેદ હોય છે. (૧૫) અણાહારીને વિષે છ અપર્યાપ્તા અને છેલ્લા બે જીવભેદ હોય છે. (૧૬) સાસ્વાદનને વિષે સૂક્ષ્મ અપર્યાપ્તા સિવાય છે અપર્યાપ્તા અને એક સંજ્ઞીપર્યાપ્તો એમ સાત જીવભેદ હોય છે. માર્ગણાઓને વિષે ગુણસ્થાનાદિનું વર્ણન ૧. તિર્યંચગતિમાં ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે. ૨. દેવગતિ, નરકગતિ ૧ થી ૪ ગુણસ્થાનક. ૩. મનુષ્યગતિ, સંશી, પંચેન્દ્રિય, ભવ્ય, ત્રસકાય, આ પાંચ માર્ગણાને વિષે ૧ થી ૧૪ ગુણસ્થાનક. ૪. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય આ સાત માર્ગણાને વિષે ૧લું અને રજું ગુણસ્થાનક. ૫. તેઉકાય, વાયુકાય અને અભિવ્ય આ ત્રણ માર્ગણાને વિષે ૧લું ગુણસ્થાનક. ૬. ત્રણ વેદ, ક્રોધ, માન, માયા આ છ માર્ગણાને વિષે ૧ થી ૯ ગુણસ્થાનક. ૭. લોભકષાય માર્ગણાને વિષે ૧ થી ૧૦ ગુણસ્થાનક. ૮. અવિરતિસંયમ માર્ગણાને વિષે ૧ થી ૪ ગુણસ્થાનક. ૯. ત્રણઅજ્ઞાન = ને વિષે ૧લું, રજું અથવા ૧ થી ૩ ગુણસ્થાનક. ૧૦. ચાદર્શન, અચક્ષુદર્શનને વિષે ૧ થી ૧૨ ગુણસ્થાનક. ૧૧. યથાખ્યાત સંયમને વિષે ૧૧ થી ૧૪ ગુણસ્થાનક. ૧૨. મન:પર્યવજ્ઞાનને વિષે ૬ થી ૧૨ ગુણસ્થાનક.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy