________________
3
વિવેચન
૧૩. સામાયિક અને છેદોપસ્થાપનીયને વિષે ૬ થી ૯ ગુણસ્થાનક. ૧૪. પરિહારવિશુદ્ધિચારિત્રને વિષે ૬ અને ૭ ગુણસ્થાનક. ૧૫. કેવલજ્ઞાન, કેવલદર્શન વિષે ૧૩ અને ૧૪ ગુણસ્થાનક.
૧૬. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન આ ચાર માર્ગણાને વિષે ૪ થી ૧૨ ગુણસ્થાનક.
૧૭. ઉપશમસમક્તિને વિષે ૪ થી ૧૧ ગુણસ્થાનક. ૧૮. ક્ષયોપશમ સમકિતને વિષે ૪ થી ૭ ગુણસ્થાનક. ૧૯. ક્ષાયિકસમકિતને વિષે ૪ થી ૧૪ ગુણસ્થાનક.
૨૦. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ અને સૂક્ષ્મસંપરાય આ પાંચ માર્ગણાને વિષે પોત પોતાનું ગુણસ્થાનક હોય છે.
૨૧. ત્રણ યોગ, આહારી અને શુફલલેશ્યા આ પાંચ માર્ગણાને વિષે ૧ થી ૧૩ ગુણસ્થાનક.
૨૨. અસંશી માર્ગણાને વિષે ૧લું અને રજું ગુણસ્થાનક. ૨૭. પહેલી ત્રણ લેશ્યાને વિષે ૧ થી ૬ ગુણસ્થાનક. ૨૮. તેજોલેશ્યા અને પદ્મવેશ્યાને વિષે ૧ થી ૭ ગુણસ્થાનક.
૨૯. અણાહારીને વિષે ૧, ૨, ૪, ૧૩ અને ૧૪ આ પાંચ ગુણસ્થાનક હોય..
માર્ગણાને વિષે યોગ. (૧) અણાહારી માર્ગણાને વિષે એક કાર્મણકાયયોગ.
(૨) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, અચલુદર્શન, પુરુષવેદ, નપુંસકવેદ, ચારકષાય, ક્ષયોપશમ અને ક્ષાયિકસમતિ, સંસી, છ વેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન. આ છત્રીસ માર્ગણાને વિષે ૧૫ યોગ હોય છે.
(૩) તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિસંયમ, સાસ્વાદનસમકિત, ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, ઉપશમસમકિત. આ દશ માર્ગણાને વિષે આહારકદ્ધિક સિવાય ૧૩ યોગ હોય છે.
(૪) દેવગતિ, નરકગતિ, આ બે માર્ગણાને વિષે આહારકદ્રિક અને