________________
૭૪
કર્મગ્રંથ-૪ ઔદારિકદ્ધિક સિવાય અગ્યાર યોગ હોય છે.
(૫) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વનસ્પતિકાય આ ચાર માર્ગણાને વિષે કાર્પણ અને ઔદારિકદ્ધિક ત્રણયોગ હોય.
(૬) એકેન્દ્રિય જાતિ અને વાઉકાયને વિષે કાર્મણ, ઔદારિકટ્રિક અને વૈક્રિયદ્રિક પાંચ યોગ હોય છે.
(૭) અસંસી માર્ગણાને વિષે છ યોગ હોય છે. (૮) વિકલેન્દ્રિયને વિષે ચાર યોગ હોય છે.
(૯) મનયોગ, વચનયોગ, સામાયિક, છેદોપસ્થાપનીય, ચક્ષુદર્શન, મન:પર્યવજ્ઞાન, વિષે કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ સિવાય ૧૩ યોગ હોય છે.
(૧૦) કેવલજ્ઞાન કેવલદર્શનને વિષે સાત યોગ હોય છે. (૧૧) પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય ને વિષે નવ યોગ. (૧૨) મિશ્રસમકિતને વિષે દશ યોગ. (૧૩) દેશવિરતિને વિષે અગ્યાર યોગ. (૧૪) યથાખ્યાતચારિત્રને વિષે અગ્યાર યોગ. માર્ગણાને વિષે ઉપયોગ.
૧. દેવગતિ, તિર્યંચગતિ, નરકગતિ અને અવિરતિને વિષે મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, કેવલદર્શન વિના નવ ઉપયોગ હોય છે.
૨. ત્રસકાય, ત્રણયોગ, ત્રણ વેદ, શુફલલેશ્યા, આહારી, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સંજ્ઞી, ભવ્ય આ તેર માર્ગણાને વિષે બધા ઉપયોગ હોય છે.
૩. અચક્ષુદર્શન, પાંચ વેશ્યા, ચારકષાય, આ દશ માર્ગણાને વિષે કેવલતિક સિવાય દશ ઉપયોગ હોય છે.
૪. ચઉરીન્દ્રિય અને અસંી માર્ગણાને વિષે બે અજ્ઞાન અને બે દર્શન ચાર ઉપયોગ હોય છે.
૫. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને પાંચ સ્થાવર આ આઠ માંર્ગણાને વિષે બે અજ્ઞાન, અને અચલુદર્શન ત્રણ ઉપયોગ હોય છે.