________________
૭૫
વિવેચન
૬. ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદને આ છે માર્ગણાને વિષે ત્રણ અજ્ઞાન અને બે દર્શન એમ પાંચ ઉપયોગ હોય છે.
૭. કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણાને વિષે પોતપોતાનાં બે ઉપયોગ હોય છે.
૮. ક્ષાયિક અને યથાખ્યાતને વિષે ત્રણ અજ્ઞાન સિવાય નવ ઉપયોગ હોય છે.
૯. દેશવિરતિને વિષે ત્રણજ્ઞાન, ત્રણદર્શન હોય છે. ૧૦. મિશ્રસમકિતને વિષે ત્રણજ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણદર્શન હોય છે.
૧૧. અણાહારીને વિષે મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વિના દશ ઉપયોગ હોય છે.
૧૨. ચારજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય સંયમ, ઉપશમ અને ક્ષયોપશમ સમકિત, અવધિદર્શન આ અગ્યાર માર્ગણાને વિષે ચારજ્ઞાન અને ત્રણદર્શન એમ સાત ઉપયોગ હોય
૧૩. ચક્ષુદર્શન માર્ગણાને વિષે કેવલજ્ઞાન અને કેવલદર્શન સિવાય દશ ઉપયોગ હોય છે.
માર્ગણાને વિષે લેશ્યા.
(૧) એકેન્દ્રિય, અસંશી, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આ પાંચ માર્ગણાને વિષે પહેલી ચાર વેશ્યા હોય છે.
(૨) નરકગતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, તેઉકાય, વાઉકાય, આ છ માર્ગણાને વિષે પહેલી ત્રણ લેગ્યા હોય છે.
(૩) યથાખ્યાત, સૂક્ષ્મસંપરાય, કેવલજ્ઞાન, કેવલદર્શન અને શુફલલેશ્યા આ પાંચ માર્ગણાને વિષે એક ગુફલલેશ્યા હોય છે.
(૪) તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ત્રણયોગ, ત્રણવેદ, ચારકષાય, ચારજ્ઞાન, ત્રણ અજ્ઞાન, પાંચસંયમ, ત્રણદર્શન, ભવ્ય, અભવ્ય, છ સમક્તિ, સંજ્ઞી, આહારી અને અણાહારી. આ એકતાલીસ માર્ગણાને વિષે છ લેગ્યા હોય છે.