________________
૭૬
કર્મગ્રંથ-૪ (૫) કૃષ્ણ, નીલ, કપોત, તેજો અને પદ્મ આ પાંચ માર્ગણાને વિષે એક પોત પોતાની વેશ્યા હોય છે.
ચોદ ગુણસ્થાનને વિષે અવસ્થાનાદિ દ્વારોનું વર્ણન ૧. મિથ્યાત્વ ગુણસ્થાનકે - જીવભેદ - ૧૪
યોગ - ૧૩. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કામણકાયયોગ.
ઉપયોગ – ૫. ૩ અજ્ઞાન અને ૨ દર્શન. ૧ મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. વિર્ભાગજ્ઞાન, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન.
લેશ્યા - ૬. બંધ હેતુ - મૂળ બંધ હેતુ - ૪. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
યોગ.
ઉત્તર બંધહેતુ – પપ. મિથ્યાત્વના પાંચ, અવિરતિના બાર, કષાયના પચ્ચીસ, યોગના તેર = પંચાવન
મિથ્યાત્વના પાંચ - ૧. અભિગ્રહિક ૨. અનભિગ્રહિક ૩. અભિનિવેષિક ૪. સાંશયિક ૫. અનાભોગ.
અવિરતિના બાર - પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન, તેને પોત પોતાના અનુકૂળ વિષયોમાં જોડવા અને પ્રતિકૂળ વિષયોમાં ન જોડવા તે છ અવિરતિ. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છે કાયનો વધ તે છ અવિરતિ = બાર.
કષાયનાં પચ્ચીસ = અનંતાનુબંધી આદિ સોળ કષાય, હાસ્યાદિ છે, ત્રણવેદ.
યોગનાં તેર = ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્મણકાયયોગ.
મૂળ કર્મના બંધસ્થાન - બે, ૧. સાતકર્મનું આયુષ્ય કર્મ સિવાય. ૨. આઠ કર્મનું જ્યારે આયુષ્ય બાંધતો હોય ત્યારે એક અંતર્મુહૂર્ત સુધી બંધમાં હોય છે.