________________
વિવેચન
મૂળ કર્મના ઉદયસ્થાન – એક આઠ કર્મનું.
મૂળ કર્મના ઉદીરણાસ્થાન - બે, ૧. આઠ કર્મનું સદા માટે હોય છે. એક અંતર્મુહૂર્ત સિવાય. ૨. સાત કર્મનું. એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. આયુષ્ય પૂર્ણ થતાં એક આવલિકા બાકી રહે ત્યાં સુધી આઠ કર્મની ઉદીરણા અને એક આવલિકામાં સાત કર્મની ઉદીરણા હોય છે.
મૂળ કર્મના સત્તાસ્થાન - એક, આઠ કર્મનું. મૂળ ભાવ – ત્રણ. ૧. ક્ષયોપથમિક ૨. ઔદયિક અને પારિણામિક.
ઉત્તરભાવ - ૩૪. ક્ષયોપશમિકના દશ. ઔદયિકના એકવીસ. પારિણામિકના ત્રણ.
લયોપથમિકના દશ – ત્રણ અજ્ઞાન, બે દર્શન, પાંચ દાનાદિલબ્ધિ.
ઔદયિકના એકવીસ - ચારગતિ, ચારકષાય, છલેશ્યા, ત્રણવેદ, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ અને સિદ્ધપણું.
પારિણામિકના ત્રણ – ભવ્યત્વ, અભવ્યત્વ, જીવ7. ૨. સાસ્વાદન ગુણસ્થાનકને વિષે - જીવભેદ - ૭.
(૧) બાદરઅપયતાએ કેન્દ્રિય (૨) અપર્યાપ્તાબે ઈન્દ્રિય (૩) અપર્યાપ્તાતેઈન્દ્રિય (૪) અપર્યાપ્તાચઉરીન્દ્રિય (૫) અપર્યાપ્તાઅસશીપંચેન્દ્રિય (૬) અપર્યાપ્તાસંક્ષીપંચેન્દ્રિય અને (૭) પર્યાપ્તાસંક્ષીપંચેન્દ્રિય.
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્મણકાયયોગ.
ઉપયોગ - ૫ (૧) મતિઅજ્ઞાન (૨) શ્રતઅજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન (૪) ચક્ષુદર્શન (૫) અચલુદર્શન.
લેશ્યા - ૬ કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુફલ. બંધહેતુ – મૂલ બંધહેતુ - ૩. અવિરતિ, કષાય, યોગ. ઉત્તર બંધહેતુ. ૫૦. અવિરતિના બાર, કષાયના પચ્ચીસ, યોગના તેર. મૂળકર્મના બંધસ્થાન - ૨, આઠકર્મનું અને સાતકર્મનું. આઠકર્મનું બંધસ્થાન એક અંતર્મુહૂર્ત હોય છે.