________________
38
કર્મગ્રંથ-૪ હોય છે. આ વાતની સ્પષ્ટતા શ્રી પન્નવણા સૂત્રમાં જણાવેલી છે.
(૩) ઔદારિકમિશ્નકાયયોગ અપર્યાપ્ત અવસ્થામાં કેટલાક આચાર્યોના મતે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય અને કેટલાક આચાર્યોના મતે સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે.
(૪) વૈક્રિયમિશ્રદાય યોગ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો વૈક્રિય લબ્ધિથી વૈક્રિય શરીર બનાવતાં હોય ત્યારે અને તેનું સંહરણ કરતાં હોય ત્યારે વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે.
(૫) વૈક્રિયકાયયોગ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, વૈક્રિય લબ્ધિથી વૈક્રિય શરીર પર્યાપ્ત કરતાં જીવોને હોય છે.
૪. ઉપયોગ દ્વાર - ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એમ નવ ઉપયોગ હોય છે.
૧. પહેલા અને બીજ ગુણસ્થાનકે ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે.
૨. ત્રીજા ગુણસ્થાનકે ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન અને બે દર્શન અથવા ત્રણ અજ્ઞાન, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે.
૩. જે જીવો મિથ્યાત્વની સન્મુખ થયેલા હોય તેઓને ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે.
૪. જે જીવો સમકિતની સન્મુખ થયેલા હોય તેઓને ત્રણ જ્ઞાન અને બે દર્શન અથવા ત્રણ દર્શન હોય છે.
૫. સિદ્ધાંતના મતે ત્રીજા ગુણસ્થાનકથી અવધિદર્શન માનેલું હોવાથી અત્રે કહેલું છે.
૬. ચોથા અને પાંચમા ગુણસ્થાનકે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે.
૭. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે ચોથા ગુણસ્થાનકે ત્રણ જ્ઞાન અને બે દર્શન હોય છે. અને પહેલા, બીજા ગુણસ્થાનકે બે અજ્ઞાન અને બે દર્શન હોય છે.
૮. ત્રીજા ગુણસ્થાનકે આ જીવો મિથ્યાત્વની સન્મુખ હોય તો બે