________________
વિવેચન
૬૧ સુધી કાર્પણ અને ઔદારિકમિશ્રકાયયોગ રહેતો હોવાથી ત્યાં ચક્ષુ પેદા થતી ન હોવાથી આ બે યોગ ઘટતા નથી.
(૨) બાકીના યોગો પર્યાપ્તાને આશ્રયીને જાણવા. ઉપયોગ = ૧૦૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા = ૬. (૨) અચક્ષુદર્શન = જીવભેદ - ૧૪.
ગુણસ્થાનક - ૧ થી ૧૨. યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬.
(૩) અવધિદર્શન = જીવભેદ – ૨. (૧) સંશઅપર્યાપ્યો અને (૨) સંજ્ઞીપર્યાપ્તો ગુણસ્થાનક – ૪ થી ૧૨ અથવા ૩ થી ૧૨.
(૧) સિદ્ધાંતના મતે ત્રીજા ગુણસ્થાનકથી અવધિદર્શન માનેલું છે. યોગ - ૧૫. ઉપયોગ - ૭. ૪ જ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬. કેવલદર્શન - જીવભેદ – ૧. સંજ્ઞીપર્યાપ્તો. ગુણસ્થાનક - (૨) ૧૩મું અને ૧૪મું સયોગી ક્વલી અને અયોગી ક્વલી.
યોગ - (૭) ૧. સત્યમનયોગ, ૨. અસત્યામૃષામનયોગ ૩. સત્યવચનયોગ ૪. અસત્યામૃષાવચનયોગ ૫. ઔદારિકકાયયોગ ૬. ઔદારિકમિશ્નકાયયોગ ૭. કાર્પણ કાયયોગ.
૧. કેવલી સમુદ્રઘાત વખતે બીજા અને સાતમા સમયે ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. અને ત્રણ, ચાર, પાંચ સમયે કાર્મણકાયયોગ હોય છે.
૨. બાકીના પર્યાપ્તા કેવલી જીવને તેરમા ગુણસ્થાનકે બાકીના યોગ હોય છે.
૩. અનુત્તરવાસી દેવોને તત્વનો વિચાર કરતાં જે કંઈ શંકા પડે તેના સમાધાન માટે કેવલી ભગવંતો મનોવર્ગણાના પુદ્ગલો લઈ દ્રવ્ય મનરૂપે પરિણામ પમાડી ગોઠવણ કરે એટલા પૂરતો મનયોગ હોય છે.
૪. કોઈ લઘુકર્મી આત્માને મોક્ષ માર્ગમાં દાખલ કરવા માટે ભાષા વર્ગણાના પુગલો લઈ ભાષા રૂપે પરિમામ પમાડવા અને તેને વિસર્જન