________________
ર્મગ્રંથ-૪
૫૪
રહે છે. અને તેની સાથે છઠ્ઠા ગુણસ્થાનકે છ એ લેશ્યામાંથી કોઈપણ લેશ્યા પ્રાપ્ત થઈ શકે છે.
(૫) કેવલજ્ઞાન = જીવભેદ- ૧. સંશીપર્યામો.
ગુણસ્થાનક - ૨, ૧૩ અને ૧૪.
યોગ - ૭ - ૧. સત્યમનયોગ, ૨. અસત્યામૃષામનયોગ, ૩. સત્યવચનયોગ, ૪. અસત્યામૃષાવચનયોગ, ૫. ઔદારિકકાયયોગ, ૬. ઔદારિકમિશ્રકાયયોગ અને ૭ કાર્યણકાયયોગ.
(૧) અનુત્તરવાસી દેવોને તત્વોની વિચારણા કરતાં કરતાં કોઈપણ પદાર્થમાં શંકા પડે તો તેનું - સમાધાન કરવા માટે કેવલી ભગવંતો દ્રવ્ય મનનાં બે ભેદનો ઉપયોગ કરીને મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી જવાબ રૂપે રૂપી પુદ્ગલોની ગોઠવણ કરે તે પુદ્ગલોને તે દેવો અવધિજ્ઞાનથી જોઈને ર માધાન નિશ્ચિત કરે છે. આટલા પૂરતું જ કેવલી ભગવંતોને દ્રવ્ય મનયોગ ગણાય છે.
(૨) કેવલી ભગવંતો કોઈ જીવના ઉદ્ધારને માટે અથવા લઘુકર્મી આત્માના તથા ભવ્યત્ત્વને ખીલવવા માટે ભાષા વર્ગણાના પુદ્ગલોને લઈને તે વચનયોગ રૂપે પરિણમાવીને જે ભાષાનો ઉપયોગ કરે છે તેટલા પૂરતું વચનયોગની જરૂર હોય છે.
(૩) કેવલી સમુદ્દાત સિવાયના કેવલી ભગવંતોને ઔદારિકકાયયોગ હોય છે.
(૪) કેવલી સમુદ્દાત વખતે બીજા અને સાતમા સમયે ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. અને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણકાયયોગ હોય છે આથી સાત યોગ ગણાય છે.
ઉપયોગ - (૨) ૧. કેવલજ્ઞાન ૨. કેવલદર્શન.
લેશ્યા - ૧. શુક્લલેશ્યા. (૬) મતિઅજ્ઞાન
=
જીવભેદ - ૧૪.
ગુણસ્થાનક = ૨/૩ ૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન અથવા ૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન ૩. મિશ્ર.