________________
૫૬
ર્મગ્રંથ-૪ ૨. દેવતા અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે.
૩. બાકીના યોગ પર્યાપ્તાવસ્થામાં હોય છે. ઉપયોગ - ૯. = ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા = ૬.
અલ્પબદુત્વ = (૧) મન:પર્યવજ્ઞાની સોથી થોડા કારણ કે સંખ્યાતા હોય છે.
(૨) તેના કરતાં અવધિજ્ઞાની જીવો વધુ અને અસંખ્યાતા હોય છે. કારણ કે ચાર ગતિમાં સંશી સમકિતી જીવો હોય છે. તેમાં દેવતા, નારકીને વિષે આ જ્ઞાનવાળા અસંખ્યાતા હોય, તિર્યંચને વિષે અસંખ્યાતા અને મનુષ્યને વિષે સંખ્યાતા આ જ્ઞાનવાળા જીવો હોય છે.
(૩) તેના કરતાં મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બંને સરખા પણ વિશેષાધિક હોય છે. કારણ કે દેવતા, નારકી સમકિતી જીવો કરતાં મનુષ્ય અને તિર્યંચને વિષે અવધિજ્ઞાન વગરના સમકિતી જીવો વિશેષાધિક થાય છે. માટે વિશેષાધિક હોય છે.
(૪) તેના કરતાં વિભંગાની અસંખ્યાતાગુણા અધિક હોય છે. કારણ કે દેવતા, નારકીમાં સમકિતી જીવો કરતાં મિથ્યાદ્રષ્ટિ જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે આથી વિભંગણાની અસંખ્યાતાગુણા અધિક કહ્યાં છે.
(૫) તેના કરતાં કેવલજ્ઞાની અનંતગુણા અધિક હોય છે કારણ કે સિદ્ધના જીવો અનંતા હોય છે.
(૬) તેના કરતાં મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનંતગુણા અધિક હોય છે. કારણ કે સિદ્ધના જીવો કરતાં નિગોદના જીવો અનંતગુણ અધિક હોય છે.
સંયમ માર્ગણાને વિષે જીવસ્થાનાદિનું વર્ણન (૧) સામાયિક ચારિત્ર = જીવભેદ. ૧. સંશપર્યાપ્યો.
ગુણસ્થાનક = ૪. ૧. પ્રમત્તસર્વવિરતિ ૨. અપ્રમત્તસર્વવિરતિ ૩. અપૂર્વકરણ અને ૪. અનિવૃત્તિકરણ.