________________
3૮
કર્મગ્રંથ-૪ પહેલી નારકીમાં દક્ષિણ દિશામાં હોય છે. તેનાથી અસંખ્યાતગુણા અધિક વૈમાનિકના દેવો હોય છે. તેનાથી સૌથી વધારે દેવોની સંખ્યા જ્યોતિષિ દેવોની ગણાય છે. આ દેવોની સંખ્યા કરતાં એક જ્યોતિષિ વિમાનમાં દેવીઓની સંખ્યા બત્રીશ ગુણી અધિક + બત્રીસ હોય છે. આ કારણથી દેવોની સંખ્યા અસંખ્યાત ગુણી કહેલી છે.
તેના કરતાં તિર્યંચગતિમાં રહેલા જીવોની સંખ્યા અનંતગુણી અધિક હોય છે. કારણ કે નિગોદના જીવો પણ તિર્યંચગતિમાં ગણાય છે. એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે તેથી અનંતગુણ અધિક થઈ શકે છે.
પંચેન્દ્રિય તિર્યંચ જીવોની અપેક્ષાએ, દેવોની સંખ્યા કરતાં પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગુણા અધિક હોય છે. કારણકે આ જીવો મરીને આઠમા દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે અને તે દરેક દેવલોકના વિમાનમાં રહેલા દેવોની સંખ્યા અસંખ્યાતી અસંખ્યાતી હોય છે. એ સંખ્યા પંચેન્દ્રિય તિર્યંચો પૂર્ણ કરે છે. આથી દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણી અધિક હોય તો તે સંખ્યાને પૂર્ણ કરી શકે. તેથી અસંખ્યાતગુણા અધિક હોય છે.
ઈન્દ્રિય માર્ગણાને વિષે જીવસ્થાનક આદિ દ્વારોનું વર્ણન
૧. એકેન્દ્રિય માર્ગણા = જીવભેદ - ૪. ૧. સૂક્ષ્મઅપર્યાપા ૨. બાદર અપર્યાપ્તા ૩. સૂક્ષ્મપર્યાપ્તા ૪. બાદરપર્યાપ્તા.
ગુણસ્થાનક - ૨. મિથ્યાત્વ, સાસ્વાદન.
સિદ્ધાંતના મતે આ જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. કાર્મગ્રંથિક મતે બે ગુણસ્થાનક હોય છે. તેમાં બીજું ગુણસ્થાનક કરણ અપર્યાપ્તા જીવોને શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ત્યાર બાદ દરેક જીવોને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે.
યોગ - પ. ૧. કાર્પણ કાયયોગ ૨. ઔદારિકમિશ્ર ૩. ઔદારિક કાયયોગ ૪. વૈક્રિયમિશ્ર ૫. વૈક્રિયકાયયોગ.
(૧) અપર્યાપ્ત અવસ્થામાં કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે એટલે કે વિગ્રહ ગતિમાં કાર્પણ કાયયોગ અને જેટ કે પર્યાદ્ધિઓ કહેલી છે