________________
વિવેચન
૧૪
(૩) માયાકષાય -: જીવભેદ ગુણસ્થાનક ૧ થી ૯. યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩
અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬.
(૪) લોભકષાય
૫૧
=
જીવભેદ
૧૪
ગુણસ્થાનક - ૧ થી ૧૦. યોગ - ૧૫. ઉપયોગ - ૧૦. ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. લેશ્યા - ૬.
અલ્પબહુત્વ = માન કષાયવાળા જીવો સૌથી થોડા હોય છે. થોડા પણ અનંતા હોય છે. કારણ કે નિગોદમાં ચારે કષાયનો ઉદય રહેલો હોય છે. અહીં જે થોડા કહેવાય છે તે ચાર ગતિમાં મનુષ્યોની સંખ્યા ઓછી હોવાથી થોડા ગણાય છે. તેના કરતાં ક્રોધી જીવો વિશેષાધિક કારણ કે માન કષાયવાળા જીવોને વિષે ક્રોધકષાયવાળા નારકીના જીવો અધિક કરતાં અસંખ્યાત ઉમેરાય છે છતાં પણ અનંતામાં અસંખ્યાતા દાખલ કરીએ તે વિશેષાધિક રૂપે ગણાય છે. તેના કરતાં માયાકષાયવાળા જીવો વિશેષાધિક હોય છે કારણ કે નાકીના જીવો કરતાં તિર્યંચના જીવો માયા કપટ રૂપે ગણાતા હોવાથી તે ઉમેરતા વિશેષાધિક થાય છે.
તેના કરતાં લોભકષાયવાળા જીવો વિશેષાધિક હોય છે કારણ કે દેવોની સંખ્યા અધિક દાખલ કરવાથી વિશેષાધિક થાય છે.
જ્ઞાન માર્ગણાને વિષે જીવસ્થાનાદિનું વર્ણન.
(૧) મતિજ્ઞાન = જીવભેદ - ૨/૬. સંશીઅપર્યાપ્તા અને સંશીપર્યામા અથવા બેઈન્દ્રિયઅપર્યાપ્તા, તેઈન્દ્રિયઅપર્યાપ્તા, ચરીન્દ્રિયઅપર્યાપ્તા અને અસંશીપંચેન્દ્રિઅપર્યાપ્તા.
(૧) કાર્મગ્રંથિક મતે બેઈન્દ્રિય આદિ જીવોને બીજા ગુણસ્થાનકે અજ્ઞાન માનેલું હોવાથી બે જીવભેદ ઘટે છે.
(૨) સિદ્ધાંતના મતે બેઈન્દ્રિય આદિ જીવોને બીજા ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી બેઈન્દ્રિય આદિ છ જીવભેદ ઘટે છે.
ગુણસ્થાનક - ૪ થી ૧૨ અથવા ૨ થી ૧૨.
(૧) કાર્મગ્રંથિક મતે બેઈન્દ્રિય આદિ જીવોને અજ્ઞાન માનેલું હોવાથી