________________
૪૮
ર્મગ્રંથ-૪ વચનયોગીમાં વિકલેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો આવે છે. આગળ જાતિ માર્ગણાને વિષે પંચેન્દ્રિય જીવો કરતાં ચઉરીન્દ્રિય જીવો વિશેષાધિક કહ્યા છે કારણ કે તે પંચેન્દ્રિયમાં સંશી અને અસંજ્ઞી બેનો જ સમાવેશ થાય છે જ્યારે અહીંયા અસંખ્યાતગુણા જે કહ્યા છે તે સંજ્ઞી જીવો કરતાં અસંશી તિર્યંચો. અસંખ્યાતગુણા અધિક હોય છે આથી વચનયોગી અસંખ્યાતગુણા અધિક કહ્યા છે. તેના કરતાં કાયયોગી જીવો અનંતગુણા અધિક હોય છે કારણ કે નિગોદના જીવોનો કાયયોગીમાં સમાવેશ થાય છે.
વેદ માર્ગણાને વિષે જીવસ્થાનકાદિનું વર્ણન.
૧. પુરુષવેદમાર્ગણા = જીવભેદ - ૨/૪ ૧. સંજ્ઞીઅપર્યાપ્તા ૨. સંજ્ઞીપર્યાપ્તા અથવા અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા અને અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા સાથે ચાર જીવભેદ ગણાય છે.
૧. અત્રે અસંજ્ઞીના બે ભેદો જે કહ્યા છે. તે લિંગની અપેક્ષાએ એટલે કે લિંગાકારની અપેક્ષાએ જાણવા. કારણ કે સામાન્ય રીતે અસંક્ષીપંચેન્દ્રિય જીવોને એક નપુંસકવેદનો જ ઉદય હોય છે. પણ લિંગની અપેક્ષાએ પુરુષ,
સ્ત્રી અને નપુંસક એમ ત્રણમાંથી કોઈપણ લિંગ હોઈ શકે છે. આથી પુરુષવેદમાં અસંશીના ભેદો ગણી શકાય છે.
ગુણસ્થાનક – ૧ થી ૯. યોગ - ૧૫.
૧. વિગ્રહ ગતિમાં રહેલા સંજ્ઞીપર્યાપ્તા જીવોને વેદનો ઉદય ચાલુ થતો હોવાથી કાર્પણ કાયયોગ હોય છે. એ જ જીવોને સંપર્યાપાથી પર્યાપ્તો થાય ત્યારે અથવા સર્વ પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. પર્યાપ્તા જીવોને ચાર મનના, ચાર વચનના, ઔદારિકકાયયોગ અને વૈક્રિયદ્ધિક યોગ હોય છે. તેમાં વૈક્રિયમિશ્રકાયયોગ દેવતા, નારકીની અપર્યાપ્ત અવસ્થા તથા ચારે ગતિના જીવોને ઉત્તરવૈક્રિયશરીર કરતાં હોય છે. આહારકદ્રિક ચૌદ પૂર્વધર આહારકકાયયોગ કરતાં હોય ત્યારે હોય છે.
ઉપયોગ – ૧૦. ૪ જ્ઞાન. ૩ અજ્ઞાન, ૩. દર્શન. લેશ્યા - ૬. ૨. સ્ત્રીવેદ માગણા = જીવભેદ ૨૪.