________________
31
વિવેચન
બાસઠ માર્ગણાને વિષે છ દ્વારોનું વર્ણન.
છ દ્વારોનું નામ આ પ્રમાણે – ૧. જીવસ્થાનક ૨. ગુણસ્થાનક ૩. યોગ ૪. ઉપયોગ ૫. વેશ્યા ૬. અલ્પબદુત્વ.
૧. નરકગતિને વિષે ૧. જીવસ્થાનક બે - સંજ્ઞીઅપર્યાપ્તા, સંજ્ઞીપર્યાપ્તા.
(૧) અત્રે અપર્યાપ્તા જીવો જે કહ્યા છે તે અપર્યાપ્ત અવસ્થા કાળની. અપેક્ષાએ એટલે કે કરણ અપર્યાપ્તા જીવરૂપે જાણવા.
(૨) આ જીવો અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામતાં નથી.
૨. ગુણસ્થાનક ૧ થી ૪ હોય છે. ૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન ૩. મિશ્ર ૪. અવિરતિ સમ્યગૃષ્ટિ.
(૧) આ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં એકથી ત્રણ નારકી સુધી લયોપશમ અને ક્ષાયિક બે સમકિત હોય છે.
(૨) સિદ્ધાંતના મતે અપર્યાપ્ત અવસ્થામાં ચાર થી છ નારકીમાં એક ક્ષયોપશમ સમકિત હોય છે.
(૩) આ જીવન અપર્યાપ્ત અવસ્થામાં પહેલું અને ચોથું એમ બે ગુણસ્થાનક હોય છે. | (૪) સાતમી નારકીમાં અપર્યાપ્ત અવસ્થામાં પહેલું ગુણસ્થાનક હોય છે.
(૫) એકથી ત્રણ નારકીને વિષે પર્યાપ્ત જીવોને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ત્રણે સમકિત હોય છે.
() ચારથી સાત નારકીને વિષે પર્યાપ્તા જીવોને ઉપશમ અને લયોપશમ બે સમક્તિ હોય છે.
૩. યોગ દ્વાર - અગ્યાર યોગ હોય છે. ચારમનના, ચારવચનના, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ અને કાર્પણ કાયયોગ.
(૧) આ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં કાર્મણકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે.
(૨) આ જીવો શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યારે વૈક્રિયકાયયોગ કેટલાક આચાર્યોના મતે હોય છે. અથવા સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્તો થાય ત્યારે