________________
વિવેચન
દેવો અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકમાં રહેલાં દેવો તેજોલેશ્યાવાળા હોવાથી તે જીવો મરીને એકેન્દ્રિયપણમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલા અને બીજા ગુણસ્થાનકે અપર્યાપ્ત અવસ્થામાં એટલે કે શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો જીવ ન થાય ત્યાં સુધી તેજોલેશ્યા હોઈ શકે છે. આ કારણથી આ જીવભેદને વિષે ચાર લેશ્મા કહેલી છે. તથા કેટલાક ભવનપતિ, વ્યંતરનાં દેવો અને કોઈ મનુષ્ય કે તિર્યંચો ક્વચિત્ તેજોલેશ્યા સાથે એકેન્દ્રિયપણામાં ઉત્પન્ન થતાં હોય ત્યારે આ જીવોને તેજોલેશ્યા હોઈ શકે છે. આ તેોલેશ્યા પહેલાં અને બીજા બે ગુણસ્થાનકમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં હોઈ શકે છે.
૩. સંશીઅપર્યાપ્તા અને સંશીપર્યાપ્તા જીવોને વિષે છએ છ લેશ્યા હોય છે. તેમાં કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા સામાન્યથી હોય. તેજો, પદ્મ અને શુલલેશ્યા વૈમાનિકનાં બે દેવલોકમાંથી મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થતાં દેવોને અપર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે છે.
૧૭
બંધસ્થાન દ્વાર
(૫) ચૌદ જીવભેદને વિષે મૂળ ર્મના બંધસ્થાન દ્વારનું વર્ણન કોઈપણ જીવ સમયે સમયે સાત કર્મનો બંધ કર્યા કરે છે. અને પોતાના ભવનાં આયુષ્યકાળમાં એકવાર એક અંતર્મુહૂર્ત સુધી પરભવનું આયુષ્ય બાંધતાં હોય ત્યારે આઠ કર્મનો બંધ કરે છે. એકથી તેર જીવભેદને વિષે એટલે કે સંશીપર્યામા જીવભેદને છોડીને બાકીને તેર જીવભેદને વિષે બે બંધસ્થાન હોય છે. એક આઠનું. (આયુષ્ય બાંધતો હોય ત્યારે.) અને બીજું સાત કર્મનું, (આયુષ્ય કર્મ વિના જાણવું.) સંશીપર્યામા જીવભેદને વિષે ચાર બંધસ્થાન હોય છે. (૧) આઠ કર્મનું - જ્યારે જીવ આયુષ્ય કર્મ બાંધતો હોય ત્યારે હોય છે. (૨) સાત કર્મનું નવ ગુણસ્થાનક સુધી બાંધે છે. તેમાં ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે નિયમા સાત કર્મનો બંધ કરે છે. અને એક, બે ચાર થી સાત ગુણસ્થાનકને વિષે આયુષ્ય કર્મનાં બંધના કાળ સિવાયના કાળમાં સાત કર્મનો બંધ કરે છે. જ્યારે જીવ દસમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે ત્યારે આયુષ્ય અને મોહનીય કર્મ સિવાય છ કર્મનો બંધ કરે છે. અને અગ્યારથી તેર ગુણસ્થાનકમાં રહેલો હોય ત્યારે એક વેદનીય કર્મનો બંધ