________________
૨૫
વિવેચન
૨. આ જીવોને ભાષા પર્યાપ્તિ શરૂ કરે ત્યારથી, કેટલાક આચાર્યોના મતે વચન યોગ માનેલો હોવાથી વચન યોગ કહેલો છે.
(૮) તેઈન્દ્રિય પર્યાપ્તા જીવને વિષે ૨૨ અથવા ૨૬ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, ઈન્દ્રિયગતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, અચકુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોત વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, અસંશી, આહારી અથવા આણાહારી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સાસ્વાદન.
૧. પર્યાપ્ત નામ કર્મનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાતો થયા બાદ ગણવામાં આવે તો ૨૨ માર્ગણાઓ ઘટે છે.
૨. વિગ્રહ ગતિથી પર્યાપ્ત નામ કર્મનો ઉદય ગણવામાં આવે તો અપર્યાપ્ત અવસ્થાથી ચાર માર્ગણાઓ અધિક કરતાં છવ્વીસ માર્ગણાઓ ઘટે
(૯) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જીવને વિષે ૨૩ અથવા ૨૭ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, અથવા વચનયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન અથવા ચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંજ્ઞી, આહારી અને અણાહારી.
૧. કેટલાક આચાર્યોના મતે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થતાં ચક્ષુદર્શન માનતા હોવાથી ચક્ષુદર્શન કહેલું છે.
૨. કેટલાક આચાર્યોના મતે લબ્ધિ અપર્યાપ્તા જીવોને ભાષા પર્યાપ્તિ શરૂ કરે ત્યારથી વચનયોગ ગણેલો હોવાથી વચનયોગ કહેલો છે.
૩. સિદ્ધાંતના મતે સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેલું છે.
૪. સાસ્વાદન ગુણસ્થાનક કરણ અપર્યાપ્તા જીવોને હોય છે.
(૧૦) ચઉરીન્દ્રિય પર્યાપ્ત જીવને વિષે ૨૩ અથવા ૨૭ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ,