________________
૨૬
કર્મગ્રંથ-૪
નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુન, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યા. તસંશી, આહારી અથવા અણાહારી, સાસ્વાદન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન.
૧. શરીર પર્યાતિથી પર્યાપ્તા જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય માનતા ત્રેવીશ માર્ગણા ઘટે છે.
૨. વિગ્રહ ગતિથી પર્યાપ્ત નામ કર્મનો ઉદય કેટલાક આચાર્યોના મતે ગણતા સત્તાવીશ માર્ગણા ઘટે છે.
(૧૧) અસંશીપંચેન્દ્રિય અપર્યાપ્તા જીવને વિષે ૨૪ અથવા ૨૮ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ અથવા વચનયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન અથવા ચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંશી, આહારી અને અણાહારી.
૧. અસંશી મનુષ્યો નિયમા લબ્ધિ અપર્યાપ્તા હોય છે. અને પહેલું ગુણસ્થાનક આ જીવોને હોય છે.
૨. અસંશીઅપર્યાપ્ત તિર્યંચોને મિથ્યાત્વ અને સાસ્વાદન બે ગુણસ્થાનક હોય છે.
૩. કેટલાક આચાર્યોના મતે ઈન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ થતાં ચક્ષુદર્શન પેદા થાય છે. તેથી ચક્ષુદર્શન કહેલું છે.
૪. કેટલાક આચાર્યોના મતે ભાષા પર્યાપ્ત શરૂ થતાં વચનયોગ ગણેલો હોવાથી વચનયોગ માનેલો છે.
૫. સિદ્ધાંતના મતે બીજા ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેલું છે.
(૧૨) અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે ૨૩ અથવા ૨૯ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ અથવા ત્રણવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા, ભવ્ય,