________________
વિવેચન અભવ્ય, મિથ્યાત્વ, અસંજ્ઞી અને આહારી અથવા અણાહારી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સાસ્વાદન.
૧. શરીર પર્યાપ્તિથી પર્યાપ્તિપણું સ્વીકારવાથી ત્રેવશ માર્ગણાઓ ઘટે છે.
૨. વિગ્રહ ગતિથી પર્યાપ્ત નામ કર્મનો ઉદય માનવાથી ઓગણત્રીશ માર્ગણા ઘટે છે.
૩. કેટલાક આચાર્યોના મતે આ જીવોને નપુંસક્વેદનો ઉદય હોવા છતાં લિગની અપેક્ષાએ ત્રણે વેદનો ઉદય હોય છે. તેથી ત્રણ વેદ ગણાય છે.
(૧૩) સંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા જીવને વિષે ૪૦ અથવા ૪૧ માણાઓ હોય છે. ચારગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ત્રણયોગ, ત્રણ વેદ, ચારકષાય, ત્રણજ્ઞાન, ત્રણઅજ્ઞાન, અવિરતિસંયમ, અચલુદર્શન, અવધિદર્શન અથવા ચક્ષુદર્શન, છલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સાયિક અને ક્ષયોપશમ સમકિત, સંશી, આહારી અને અણાહારી.
૧. કેટલાક આચાર્યોના મતે ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થતાં ચક્ષુદર્શન માનેલો હોવાથી ચક્ષુદર્શન ઘટે છે.
(૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવને વિષે પર માર્ગણાઓ હોય છે. ચારગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ત્રણયોગ, ત્રણવેદ, ચારકષાય, પાંચજ્ઞાન, ત્રણઅજ્ઞાન, સાત સંયમ, ચારદર્શન, છલેશ્યા, ભવ્ય, અભવ્ય, છ સમકિત, સંજ્ઞી, આહારી અને અણાહારી.
આ રીતે માર્ગણા દ્વાર સમાપ્ત. યોગને વિષે જીવભેદનું વર્ણન.
૧. ઔદારિકકાયયોગ ચૌદ જીવભેદમાં હોય છે. અથવા સાત પર્યાપ્તા જીવભેદમાં હોય છે.જે આચાર્યોના મતે અપર્યાપ્ત અવસ્થામાં મિશ્ર કાયયોગ માનેલો હોય છે તેમના મતે અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિકકાયયોગ હોતો નથી.
૨. ઔદારિકમિશ્નકાયયોગ ને વિષે સાત અપર્યાપ્તા અને એક