________________
વિવેચન
મિથ્યાત્વ, અસંશી, આહારી અને અણાહારી.
(૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવને વિષે ૨૫ અથવા ૨૬ માર્ગણા હોય. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, કાયયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસંશી, આહારી અથવા અણાહરી.
પર્યાપ્તા જીવની અપેક્ષાએ શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત તરીકે માનીએ તો અણાહારી માર્ગણા ઘટતી નથી. પણ પર્યાપ્તનામ કર્મનો ઉદય વિગ્રહ ગતિથી માનવામાં આવે તો અણાહારી માર્ગણા ઘટી શકે છે.
(૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવને વિષે ૨૮ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, કાયયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંશી, આહારી અને અણાહારી.
(૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિયને વિષે ૨૫/૨૭ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, કાયયોગ, નપુંસકવેદ, ચારકષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસંશી, આહારી અથવા અણાહારી અને સાસ્વાદન.
શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત રૂપે જીવ માનવામાં આવે તો અણાહારી અને સાસ્વાદન બે માર્ગણા ઘટતી નથી. જ્યારે પર્યાપ્ત નામ કર્મના ઉદયને આશ્રયીને વિગ્રહ ગતિથી ગણવામાં આવે તો વિગ્રહ ગતિમાં અણાહારી પણું ઘટી શકે છે અને સાસ્વાદન સમકિત લઈને જીવ આવેલો હોય તો શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઘટી શકે છે.
આગળ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયને વિષે સાસ્વાદનસમકિત જે કહ્યું છે. તે કરણ અપર્યાપ્તા જીવોને આશ્રયીને જાણવું. તેમજ તેજલેશ્યા જે જણાવેલી છે તે પણ કરણ અપર્યાપ્તા જીવને આશ્રયીને જાણવી.
૨૩