________________
૧૫
વિવેચન
૬. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તા આ ચાર પ્રકારના જીવોને બે યોગ હોય છે. ૧. ઔદારિકકાયયોગ અને ૨. અસત્યામૃષાવચનયોગ. આ જીવોને ઔદારિક શરીર હોવાથી ઔદારિકકાયયોગ હોય છે અને ભાષા પર્યામિ પૂર્ણ થતાં વ્યવહારુ ભાષા તરીકે અસત્યામૃષાવચનયોગ હોય છે.
૭. સંજ્ઞીપર્યાપ્તા જીવોને પંદરે પંદર યોગ હોય છે તેમાં ઔદારિકમિશ્ર અને કાશ્મણકાયયોગ તેરમા ગુણસ્થાનકે રહેલા કેવલી ભગવંતોને જ જ્યારે કેવલી સમુદ્રઘાત કરતા હોય ત્યારે ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. બીજા અને છઠ્ઠા, સાતમા સમયે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે. આ કારણથી પંદર યોગ હોય છે. આહારકમિશ્ર અને વૈક્રિયમિશ્રકાયયોગ આહારબ્ધિ અને વૈક્રિયલબ્ધિ ફોરવતાં આ બે કાયયોગ હોય છે. (૩) ચોદ જીવસ્થાનક્ત વિષે ઉપયોગનું વર્ણન
૧. સૂક્ષ્મ અપર્યાપ્તા - પર્યાપ્તા એકેન્દ્રિય, બાદર પર્યાપ્તા – અપર્યાપ્તા એકેન્દ્રિય, અપર્યાપ્તા - પર્યાપ્તા બે ઈન્દ્રિય, અપર્યાપ્યા - પર્યાપ્તા તેઈન્દ્રિય આ આઠ જીવભેદને વિષે ત્રણ ઉપયોગ હોય છે. ૧. મતિઅજ્ઞાન ૨. શ્રુતઅજ્ઞાન ૩. અચક્ષુદર્શન. સિદ્ધાંતના મતે બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયને બીજુ ગુણસ્થાનક હોતું નથી. સિદ્ધાંતના મતે બેઈન્દ્રિય, ઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી પાંચ ઉપયોગ ગણાય છે. ૧. મતિઅજ્ઞાન ૨. શ્રુતઅજ્ઞાન ૩. મતિજ્ઞાન ૪. શ્રુતજ્ઞાન ૫. અચક્ષુદર્શન.
૨. ચઉરીન્દ્રિય અપર્યાપ્તા અને અસંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા આ બે જીવભેદને વિષે ત્રણ અથવા ચાર ઉપયોગ હોય છે. ૧. મતિઅજ્ઞાન ૨. શ્રુતઅજ્ઞાન ૩. અચક્ષુદર્શન અથવા ૪. ચક્ષુદર્શન.
સિદ્ધાંતના મતે આ જીવોને બીજ ગુણસ્થાનકે જ્ઞાન માનેલું હોવાથી પાંચ અથવા છ ઉપયોગ ઘટે છે. ૧. મતિઅજ્ઞાન ૨. શ્રુતઅજ્ઞાન ૩. મતિજ્ઞાન ૪. શ્રુતજ્ઞાન ૫. અચક્ષુદર્શન અથવા ૬. ચક્ષુદર્શન.