________________
ગ્રંથ-૪
૧૪
બંનેનો સ૨વાળો કરતાં ચાર યોગ થાય છે. અત્રે જે ચાર યોગ કહ્યા છે તેમાં મનુષ્ય અને તિર્યંચ વિષે લબ્ધિ અપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા બંને પ્રકારના જીવો હોય છે. તેમાં કરણ અપર્યાપ્તા જીવો સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્તા ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રકાયયોગ હોય છે જ્યારે લબ્ધિ અપર્યાપ્તા જીવોને શરી૨ પર્યાપ્તિથી પર્યાપ્તો થાય ત્યારે ઔદારિકકાયયોગ શરૂ થાય છે. દેવતા અને નારકીનાં જીવો નિયમા કરણ અપર્યાપ્તા હોવાથી તે જીવો સંપૂર્ણ પર્યાતિથી પર્યાપ્તા ન થાય ત્યાં સુધી કાર્યણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. આથી ચાર યોગ કહેલ છે.
(૩) પાંચ યોગ - કાર્યણકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, ઔદારિકકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ.
તિર્યંચ અને મનુષ્યને ઉત્પત્તિ વખતે કાર્યણકાયયોગ, આહાર શરૂ કરે ત્યારથી ઔદારિકમિશ્નકાયયોગ, શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો થાય ત્યારથી ઔદારિકકાયયોગ. દેવતા અને નારકીને ઉત્પત્તિ સમયે કાર્યણકાયયોગ, આહાર શરૂ કરે તે સમયથી વૈક્રિયમિશ્રકાયયોગ, અને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો થાય ત્યારથી વૈક્રિયકાયયોગ હોય છે. આથી સંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને કેટલાક આચાર્યોના મતે પાંચ યોગ હોય છે.
૪. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને એક ઔદારિકકાયયોગ હોય છે. ઔદારિક શરીર હોય છે. તેથી ઔદારિકકાયયોગ ગણાય છે.
૫. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને ત્રણ યોગ હોય છે. ૧. ઔદારિકકાયયોગ ૨. વૈક્રિયમિશ્રકાયયોગ ૩. વૈક્રિયકાયયોગ.
બાદર પર્યામા પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વનસ્પતિકાય જીવોને એક ઔદારિકકાયયોગ હોય છે.
બાદર પર્યાપ્તા વાઉકાય મોટા ભાગના જીવોને ઔદારિકકાયયોગ હોય છે. અને જે જીવો વૈક્રિય શરીર કરતાં હોય એટલે કે, સ્વાભાવિક રીતે વૈક્રિય શરીર થતું હોય તે જીવોને ઔદારિકકાયયોગ, વૈક્રિય શરીર કરતાં હોય ત્યારે વૈક્રિયમિશ્રકાયયોગ અને વૈક્રિય શરીર બને ત્યારે વૈક્રિયકાયયોગ હોય છે. આથી ત્રણ યોગ કહેલા છે.