________________
વિવેચન કર્મનો ઉદય હોવાથી તે કાળમાં ઉદીરણા હોતી નથી. તેથી સાત કર્મની ઉદીરણા ઘટે છે. આથી સાત કર્મની ઉદીરણા એક આવલિકા કાળ ગણાય છે.
(૩) છ કર્મની ઉદીરણા - જ્યાં સુધી જીવને પ્રમત્ત અવસ્થા રહેલી હોય છે ત્યાં સુધી આઠે કર્મની ઉદીરણા ચાલુ હોય છે. જ્યારે જીવ વિશુદ્ધિની સન્મુખ બનતો બનતો આગળ વધતો હોય છે ત્યારે, અત્યંત વિશુદ્ધિને પ્રાપ્ત કરતાં પહેલાં એક આવલિકા કાળ બાકી રહે ત્યારે, વેદનીય અને આયુષ્ય આ બે કર્મનો માત્ર ઉદય જ હોય છે. પણ ઉદીરણા ઘટતી નથી. તેથી એ કાળથી શરૂ કરીને છ કર્મની ઉદીરણા ચાલુ થાય છે.
(૪) પાંચ કર્મની ઉદીરણા – જ્યારે જીવ મોહનીય કર્મનો ઉદયમાંથી સર્વથા નાશ કરતો હોય ત્યારે, ઉદયમાં ભોગવવા લાયક એક આવલિકા કાળ બાકી રહે ત્યારે, મોહનીય કર્મની ઉદીરણા હોતી નથી. તેથી આયુષ્ય, વેદનીય અને મોહનીય કર્મ સિવાય પાંચ કર્મની ઉદીરણા હોય છે.
(૫) બે કર્મની ઉદીરણા - જ્યારે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એ ત્રણ કર્મનો ઉદયમાંથી વિચ્છેદ કરતાં હોય ત્યારે, એક આવલિકા કાળ બાકી રહે તે વખતે, ત્રણે કર્મની ઉદીરણા વિચ્છેદ થાય છે. આથી આ ત્રણ કર્મ સિવાય નામ અને ગોત્ર એ બે કર્મની ઉદીરણા ચાલુ થાય છે. ત્યારથી બે કર્મની ચાલુ થાય છે. (૮) ચૌદ જીવભેદને વિષે મૂળ ર્મનાં સત્તાસ્થાનોનું વર્ણન
સંજ્ઞીપર્યાપ્ત જીવભેદ સિવાય એક થી તેર જીવભેદને વિષે એક સત્તાસ્થાન હોય છે. - આઠ કર્મનું.
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવભેદને વિષે ત્રણ સત્તા સ્થાન હોય છે.
(૧) આઠ કર્મનું સત્તાસ્થાન (૨) સાત કર્મનું સત્તાસ્થાન (૩) ચાર કર્મનું સત્તાસ્થાન
(૧) આઠ કર્મનું સત્તાસ્થાન - જ્યાં સુધી જીવો મોહનીય કર્મને સત્તામાંથી સંપૂર્ણ ક્ષય ન કરે ત્યાં સુધી આઠ કર્મનું સત્તાસ્થાન હોય છે.
(૨) સાત કર્મનું સત્તાસ્થાન - જ્યારે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારે મોહનીય કર્મ સિવાય બાકીના સાત કર્મનું સત્તાસ્થાન હોય છે.