________________
૧૧
વિવેચન
(૩) સંશીઅપર્યાપ્ત જીવોને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક, બીજું સાસ્વાદન ગુણસ્થાનક અને ચોથું અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક એમ ત્રણ ગુણસ્થાનક હોય છે.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યનાં જીવો હોય છે. તથા કરણ અપર્યાપ્ત રૂપે ચારે ગતિનાં જીવો હોય છે.
બીજું સાસ્વાદન ગુણસ્થાનક નિયમા કરણ અપર્યાપ્તા તિર્યંચ, મનુષ્ય અને દેવને હોય છે. અને આ ગુણસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યાં સુધી જ હોય છે પછી નિયમાં પહેલું ગુણસ્થાનક જ હોય છે.
ચોથું અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક નિયમા કરણ અપર્યાપ્ત જીવોને સિદ્ધાંતના મતે ચારે ગતિના જીવોને હોઈ શકે, અને કર્મગ્રંથના મતે વૈમાનિક દેવોને જ હોય છે. આથી અપર્યાપ્તા કાળ સુધી આ ગુણસ્થાનક હોય છે. આ ક્ષયોપશમ સમકિતને આશ્રયીને જાણવું. ક્ષાયિકસમકિતને આશ્રયીને નરકગતિમાં એક થી ત્રણ નરક, તિર્યંચગતિમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે, મનુષ્યગતિમાં સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને વિષે અને દેવગતિમાં વૈમાનિક દેવોને વિષે કરણ અપર્યાપ્ત અવસ્થામાં ક્ષાયિક સમક્તિ હોય છે.
(૪) સંજ્ઞીપર્યાપ્ત જીવોને ચૌદે ચૌદ ગુણસ્થાનક હોય છે. (૨) ચોદ જીવસ્થાનને વિષે પંદર યોગનું વર્ણન
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય અને બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય આ બે જીવભેદને વિષે બે અથવા ત્રણ યોગ હોય છે.
બે યોગ - કામણકાયયોગ અને ઔદારિકમિશ્નકાયયોગ.
જ્યારે જીવો મનુષ્ય અને તિર્યંચમાંથી મરીને એકેનદ્રિયમાં ઉત્પન્ન થતાં હોય ત્યારે વિગ્રહ ગતિમાં એક કાર્મણકાયયોગ હોય છે. અને જ્યારે આહાર પર્યામિ શરૂ કરે એટલે કે કામણ શરીરથી આહારનાં પુગલોને લઈને ખલ અને રસ રૂપે પરિણામ પમાડવાની શરૂઆત કરે ત્યારથી ઔદારિકમિશ્નકાયયોગની શરૂઆત થાય છે. આ કાયયોગ ચોથી શ્વાસોચ્છવાસ પર્યાતિપૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. એમ કેટલાક આચાર્યો માને છે.