________________
વિભાગ-૧
(Rhydham) અનુસાર લેફ્ટ-રાઈટની સિસ્ટમથી ઉત્પન્ન થતી વિરાટ શક્તિનો ખ્યાલ આવતાં કોન્ટ્રાક્ટર નિર્દોષ છૂટી ગયો. ત્યારપછી એ પુલ ઉપર લશ્કરી જવાનોને કવાયતરૂપે પસાર થવાની મનાઈ કરવામાં આવી. સામાન્યપણે ચાલીને જઈ શકે એવો કાયદો કરવામાં આવ્યો.
આ ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્થાન, સંખ્યા વિગેરેનું કેટલું મહત્ત્વ છે. આમ સંપૂર્ણ શ્રદ્ધા, સમર્પણ અને વિધિપૂર્વક ગણાતા નવકારથી વિઘ્ન નાશ, પાપોનો નાશ થાય છે. અનુબંધ પુનઃ બંધાય છે.
પ્રભુ પ્રાપ્તિનો પંથ
શરણનો અર્થ માત્ર પ્રભુના ચરણમાં પડી જવું એટલોજ નથી. શરણ તો માગે છે ચાર તબક્કાની પ્રક્રિયા. એમાંનો પ્રથમ તબક્કો છે.. ‘ગન્તવ્ય’; પ્રભુ પાસે જવું જોઈએ, જવું જોઈએ એટલે આપણા હૃદયને આપણા મનને આપણે પ્રભુ પાસે લઈ જવા જોઈએ.
પગ પ્રભુનાં મંદીરમાં હોય, હાથ પ્રભુની પૂજામાં વ્યસ્ત હોય, જીભ પ્રભુની સેવામાં (સ્તવનામાં) રત હોય, પરંતુ હૃદયમાં જો પ્રભુ પ્રત્યે અહોભાવ ન હોય અને મન પ્રભુનાં ગુણોમાં એકાગ્ર ન હોય તો ‘ગન્તવ્ય’નાં પ્રથમ તબક્કામાંથી આપણી આપોઆપ બાદબાકી થઈ જાય છે.
‘ગન્તવ્ય’ પછીનો બીજો નંબર છે ‘શ્રોતવ્યં’ દોષમુક્ત બનવા પ્રભુના શરણે ગયેલા આપણે પ્રભુનાં વચનો સાંભળવા જ પડે બિલકુલ સમજાય તેવી વાત છે.
‘ગન્તવ્ય’ ‘શ્રોતવ્ય’ પછી ત્રીજા નંબરનો તબક્કો છે ધર્તવ્ય’ સાંભળેલા પ્રભુનાં વચનો જો આપણે યાદ રાખીએ જ નહિં, મનમાં ધારી રાખીએ જ નહીં તો જીવનને ધર્મયુક્ત બનાવવામાં અને પાપમુક્ત બનાવવામાં આપણને સફળતાં શી રીતે મળશે.. મળે જ શી રીતે ?.
પણ સબુર ! ‘ગન્તવ્ય’ ‘શ્રોતવ્ય’ ‘ધર્તવ્ય’ નાં ત્રણ તબક્કાને સ્પર્શી જવા માત્રથી આપણું ઠેકાણું પડી જાય તેમ નથી.. ‘કર્તવ્ય’ ના ચોથા તબક્કે આપણે પહોંચવું જ પડે તેમ છે.
પહોંચી ગયા આપણે પ્રભુ પાસે, સાંભળી લીધા એમના વચનો, સાંભળેલા એ વચનો આપણે ધારી લીધા મનમાં, પણ એને જો અમલી બનાવવાના જ ન હોય તો આત્મકલ્યાણ શક્ય જ શેં બને ?
ગુણોનો ઉઘાડ કરવામાં અને દોષોથી મુક્ત થવાના પ્રભુએ બતાવેલા ઉપાયોને જાણી ચૂકેલો સાધક એ ઉપાયોને અમલી બનાવે છે તો જ પોતાના આત્માને પરમાત્મા તુલ્ય બનાવી શકે છે.
-: પ્રભુ પ્રાપ્તિનો જાપમંત્ર :
‘હું નિર્ભય છું કારણકે પ્રભુ મારી સાથે છે.’
૧૩