________________
વિભાગ-૧
ઉપરના કેવી રીતે કરશો ?
સૌ પ્રથમ મૈત્રીભાવનાથી મનને ભાવિત કરવું
શ્રી નવકારની આરાધનાનો પાયો છે – “મૈત્રી ભાવના” એટલે સ્વના સુખને બદલે જગતના પ્રાણીમાત્રનાં સુખનો વિચાર..! શ્રી નવકારનો આરાધક સ્વાર્થી ન જ હોય. વિશ્વનાં પ્રાણીમાત્ર આપણા જેવી જ સુખ મેળવવાની અને દુ:ખ દૂર કરવાની ઈચ્છા ધરાવે છે, તો જે જીવો આપણા અપરિચિત, તેનાસુખનો જ વિચાર એ આધ્યાત્મિક જીવનન પાયો છે. તે માટે સ્વાર્થવૃત્તિની પેદાશરૂપ નીચેના ૪ દોષોને જીવનમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરવો.
૧) પોતાના જ સુખનો વિચાર.
૨) બીજાના સુખની વિચારણાનો અભાવ. ૩) પોતાના અપરાધોની માફી ન માંગવી. ૪) બીજાનાં અપરાધોની માફી ન આપવી. પરાર્થવૃત્તિને વિકસાવવા નીચેની ૪ બાબતોની કાળજી કરવી
૧) પોતાના નહિં, પણ બીજાનાં સુખ-દુઃખની ચિંતા કરવી. ૨) બીજાનાં દુઃખ દૂર કરવા દિલથી મહેનત કરવી.
૩) બીજા પ્રત્યે થયેલા આપણા અપરાધોની માફી માગવી.
૪) બીજાએ કરેલા અપરાધોની અંતરથી માફી આપવી.
ત્યારબાદ શ્રી નવકારનાં પાંચે પરમેષ્ઠિની અવસ્થા માટે મેળવવાની છે તે માટે જીવનમાં “નમ્રતાભાવ” લાવવો અને ‘“દઢ સંકલ્પ” કરવો. એટલે જેમ જેમ નવકાર ગણાતા જાય તેમ તેમ સાધક વિનયી, વિવેકી અને જિજ્ઞાસુ બને.
વિધી
૧) નિયત સ્થાન ૨) સમય ૩) દિશા ૪) માળા ૫) સંખ્યા
શ્રી નમસ્કાર મંત્રનો જાપ કરતાં પૂર્વે ઉપરની બાબતોની ચોકસાઈ કરવી. અનુકૂળ ન હોય ત્યારે પણ સ્થાન, સમય, સંખ્યા જાળવવા છેવટે સમય અને સંખ્યા તો
જાળવવા જ.
નિયત સ્થાન : શ્વેત શુદ્ધ આસન ઉપર ચોક્કસ સ્થાને બેસીને જાપ કરવો.
નિયત સમય : સવારે ૪ થી ૭ વાગ્યાનો સમય જાપ માટે ઉત્તમ છે.
સવારે ૭ થી ૧૦ વાગ્યાનો સમય જાપ માટે મધ્યમ છે. સૂર્યાસ્ત પછી ૧ કલાક બાદ ૧૦ વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે. રાતે ૧૦ વાગ્યા પછીનો સમય કનિષ્ઠ છે.
૧૧