________________
२२
વારસો ધરાવનાર મહાપુરુષ હતા. તેઓશ્રીએ પોતાના ગ્રન્થોમાં જે રીતે પદાર્થોનું નિરૂપણ કર્યું છે એ તરફ આપણે સૂક્ષ્મ રીતે ધ્યાન આપીશું તો આપણને લાગશે કે એ મહાપુરુષ વિપુલ વાયવારિધિને ઘુંટીને પી જ ગયા હતા, અને આમ કહેવામાં આપણે જરાપણ
અતિશયોક્તિ નથી જ કરતા. પૂજ્ય આચાર્ય શ્રીમલયગિરિસૂરિવરમાં ભલે ગમે તેટલું વિશ્વવિદ્યાવિષયક પાંડિત્ય હો, તે છતાં તેઓશ્રી એકાન્ત નિવૃતિમાર્ગના ધોરી અને નિવૃતિમાર્ગપરાયણ હોઈ તેમને આપણે નિવૃત્તિમાર્ગપરાયણ જૈનધર્મની પરિભાષામાં આગમિક કે સૈદ્ધાત્તિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખીએ એ જ વધારે ઘટમાન વસ્તુ છે.
આચાર્ય શ્રીમલયગિરિવિરચિત જે વિશાળ ગ્રન્થરાશિ આજે આપણી નજર સામે વિદ્યમાન છે એ પોતે જ એ પ્રભાવક પુરુષના આન્તર જીવનની રેખા દોરી રહેલ છે. એ ગ્રન્થરાશિ અને તેમાં વર્ણવાયેલા પદાર્થો આપણને કહી રહ્યા છે કે–એ પ્રજ્ઞાપ્રધાન પુરુષ મહાનું જ્ઞાનયોગી, કર્મયોગી, આત્મયોગી અગર જે માનો તે હતા. એ ગુણધામ અને પુણ્યનામ મહાપુરુષે પોતાની જાતને એટલી છૂપાવી છે કે એમના વિશાળ સાહિત્યરાશિમાં કોઈપણ ઠેકાણે એમણે પોતાને માટે “યદવાપિ મલયગિરિણા” એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય કશું ય લખ્યું નથી. વાર વાર વંદન હો એ માન-મદવિરહિત મહાપુરુષના પાદપને !!!
આ. શ્રી મલયગિરિસૂરિજી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિમના સમકાલીન છે એ નિશ્ચિત છે. તેઓએ આવશ્યકની વૃત્તિમાં અન્યયોગ. ના ૩૦મા શ્લોકનું અવતરણ આપતા પૂર્વે તથા વાયુ: સ્તુતિપુ ગુરવ:' એવો બહુમાનપૂર્વક ઉલ્લેખ હોવાથી વિદ્વાનો માને છે કે તેઓ ક.સ. હેમચન્દ્રસૂરિજીથી વયમાં અને પર્યાયમાં પણ નાના હશે.
આ. મલયગિરિસૂરિજીએ જો કે પ્રસ્થમાં રચનારંવત આપ્યા નથી પરંતુ “ મ રિશબ્દાનુશાસન' માં “ધ્યાને ટૂ' સૂત્રની ટીકામાં ‘મહત્ HIRપાતો મારતી' એ ઉદાહરણ જોતાં કુમારપાલ રાજાના રાજ્યકાળમાં વ્યાકરણની રચના કરી જણાય છે. તેઓશ્રીએ ટીકા રચનામાં જ્યાં જ્યાં વ્યાકરણના સૂત્રો આપ્યા છે. તે પોતાના શબ્દાનુશાસનના જ પ્રાયઃ આપ્યા છે. જો કે શરૂમાં આ શબ્દાનુશાસન વિષે ખ્યાલ ન હતો ત્યાં સુધી તો સંપાદકો સિદ્ધહેમ કે પાણિની વ્યા.ના સૂત્ર નંબર મુકતા હતા. પણ, કેટલાક સૂત્રો કોઈપણ વ્યાકરણમાં મળ્યા નહીં ત્યારે વિદ્વાનોને પ્રશ્ન થયો કે આ સૂત્રો ક્યાંના હશે. જયારે મલયગિરિશબ્દાનુશાસન મળ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓએ સ્વકીયશબ્દાનુ