________________
२१
आचार्य मलयगिरि उत्कृष्ट प्रतिभा के धनी थे। उन्होंने आगमग्रंथों पर अत्यंत महत्त्वपूर्ण टीकाएँ लिखि है। उन टीकाओं में उनका प्रकांड पांडित्य स्पष्टरूप से झलकता है। विषय की गहनता भाषा की प्रांजलता शैली की लालित्यता एवं विश्लेषण की स्पष्टता उनकी विशेषताएं है।
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજય મ. કર્મગ્રન્થ(પ-૬)ની અને બૃહત્કલ્પસૂત્ર (ભા.૬ની) પ્રસ્તાવનામાં જણાવે છે કે –
“શ્રીમલયગિરિની ટીકા એટલે તેમના પૂર્વવર્તી તે તે વિષયના પ્રાચીન ગ્રન્થો, ચૂર્ણ, ટીકા, ટિપ્પણ આદિ અનેક શાસ્ત્રોના દોહન ઉપરાંત પોતા તરફના તે તે વિષયને લગતા વિચારોની પરિપૂર્ણતા સમજવી જોઈએ. ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઉણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે.
આચાર્ય મલયગિરિની ટીકા રચવાની પદ્ધતિ ટૂંકમાં આ પ્રમાણેની છે – તેઓશ્રી સૌ પહેલાં મૂલસૂત્ર, ગાથા કે શ્લોકના શબ્દાર્થની વ્યાખ્યા કરતાં જે સ્પષ્ટ કરવાનું હોય તે સાથે કહી દે છે. ત્યારપછી જે વિષયો પરત્વે વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હોય ત્યાં “યું માવ:, વિમુ¢ મવતિ, મયમાશય, રૂદ્ધમત્ર હૃદ્રયમ્' ઇત્યાદિ લખી આખાય વક્તવ્યનો સાર કહી દે છે. આ રીતે પ્રત્યેક વિષયને સ્પષ્ટ કર્યા પછી તેને લગતા પ્રાસંગિક અને અનુપ્રાસંગિક વિષયોને ચર્ચવાનું તેમજ તદ્વિષયક અનેક પ્રાચીન પ્રમાણોનો ઉલ્લેખ કરવાનું પણ તેઓશ્રી ચુકતા નથી. એટલું જ નહિ પણ જે પ્રમાણોનો પોતે ઉલ્લેખ કર્યો હોય તેને અંગે જરૂરત જણાય ત્યાં વિષમ શબ્દોના અર્થો, વ્યાખ્યા કે ભાવાર્થ લખવાનું પણ તેઓ ભૂલતા નથી, જેથી કોઈ પણ અભ્યાસીને તેના અર્થ માટે મુઝાવું ન પડે કે ફાંફાં મારવાં ન પડે. આ કારણસર તેમજ ઉપર જણાવવામાં આવ્યું તેમ ભાષાની પ્રાસાદિકતા અને અર્થ તેમજ વિષયપ્રતિપાદન કરવાની વિશદ પદ્ધતિને લીધે આચાર્ય શ્રીમલયગિરિની ટીકાઓ અને તેમનું ટીકાકારપણું સમગ્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યાં છે.
આચાર્ય મલયગિરિનું બહુશ્રુતપણું આચાર્ય મલયગિરિકૃત મહાન ગ્રન્થરાશિનું અવગાહન કરતાં તેમાં જે અનેક આગમિક અને દાર્શનિક વિષયોની ચર્ચા છે, તેમજ પ્રસંગે પ્રસંગે તે તે વિષયને લગતાં જે અનેકાનેક કલ્પનાતીત શાસ્ત્રીય પ્રમાણો ટાંકેલાં છે; એ જોતાં આપણે સમજી શકીશું કે તેઓશ્રી માત્ર જૈન વાયનું જ જ્ઞાન ધરાવતા હતા એમ ન હોતું; પરંતુ ઉચ્ચમાં ઉચ્ચ કક્ષાના ભારતીય જૈન–જૈનેતર દાર્શનિક સાહિત્ય, જ્યોતિર્વિદ્યા, ગણિતશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર આદિને લગતા વિવિધ અને વિશિષ્ટ શાસ્ત્રીય જ્ઞાનનો વિશાળ