________________
૧૧.
ચારણ મુનિપુગ નંદીશ્વરદીપની યાત્રાએ જાય છે વગેરે હકીકત પણ એ જ સૂચવે છે કે પ્રાચીનમાં પ્રાચીન જૈન અંગ શાસ્ત્રકાદશાંગી અને બીજા આગમ શામા પણ તીર્થો-તીર્થયાત્રા અને જિનેશ્વર ભગવંતની પૂજા વિધિ વગેરે સુચારીત્ય ઉપલબ્ધ થાય છે.
જેમ પ્રાચીન જેને સૂત્રોમાં મૂર્તિપૂજાના પાઠો ઉપલબ્ધ થાય છે તેમ વેદક સાહિત્યમાં પણ વેદ કાળથી તેવા પાઠે મલે છે જુઓ, તેને માટે ની ઉલેખ, "મૂર્તિપૂજાની ઐતિહાસિકતા વેદકાળ જેટલી પ્રાચીન છે.” આ જ લેખમાં છેલે જણાવ્યું છે કે ફકત ભારતમાં જ નહિ પણ જ્યાં જ્યાં હિંદુ ધર્મની પ્રજાએ પગદંડો જમાવે ત્યાં હિંદુ દેવદેવીઓના વિવિધ સ્વરૂપને પ્રચાર, પૂજન, અર્ચન તેમજ દેવમંદિરોનાં શિલ્પમાં ઉતર્યો. જાવા, કડીયા, સુમાત્રા વગેરેમાંથી મળતાં હિન્દુ મૂતિઓનાં પ્રતિકેની સાક્ષી પૂરે છે.”
જને એ જેમ તીર્થયાત્રા અને તીર્થસ્થાનનું મહત્વ, તેનું ગૌરવ સાચવ્યું છે તેમજ એ પવિત્ર તીર્થસ્થાનમાં પિતાનું સર્વસ્વ ખચી તીર્થસ્થાને સુંદર કલા અને શિલ્પથી શણગારવામાં પણ લગાર પછી પાની નથી કરી. પવિત્ર તીર્થભૂમિએને પિતાનું સર્વર માની તીર્થભૂમિઓને અનુકૂલ ભવ્ય જિનમંદિરે સુંદર વૈરાગ્ય રસભરપૂર જિનમૂર્તિ અને શ્રી તીર્થકર ભગવંતના પૂર્વભ તથા મહાત્માઓના વિશિષ્ટ જીવનપ્રસંગોને પત્થરમાં આલેખી જીવંત સ્મરણે રજુ કર્યા છે. આમ કરી તેમણે ભારતીય પ્રાચીન શિલ્પ સ્થાપત્યને-લલિત કલાને અને તેને રસત્કર્ષને જીવંત રાખે છે, બૌધ્ધએ પણ કી-લિરા-અને અજંતાની ગુફાઓમાં, બૌદ્ધ વિહારે મઠમાં, સારનાથ સાંચીના મંદિરમાં અને મૂતિઓમાં જે અદભૂત શાંતરસ–વૈરાગ્યરસ, અપૂર્વ મદિરોની બાધણી અને રચનામાં શિલ્પકલાને જે ગૌરવભર્યું સ્થાન આપ્યું છે, તે ખાસ દર્શનીય છે. આવી જ રીતે વૈદિક ધર્માવલબીઓએ પણ પિતાનાં તીર્થસ્થાનોને, મૂર્તિઓને તેનાં વિવિધ આસને, વિવિધ મુદ્રાઓ, વિવિધ રૂપ અને અવતારોનું જે અદભુત નિરૂપણ કરી શિલ્પ કલાને જે ઉત્તેજન આપ્યું છે તે ખાસ દર્શનીય છે તેમજ ૩૫ાવતાર ' અને રૂપમંડન વગેરે ગ્રંથમાં મૂતિરચના-નિરૂપણ પ્રમાણે ચતુર્મુખ, પંચવત્ર, શિવલિગ, અર્ધનારીશ્વર, ગેપાલસુંદરી, સદાશિવ કે મહાસદાશિવ, વિષ્ણુ રામચંદ્રજી, સીતા, રૂદ્ર, હનુમાનજી વગેરે વગેરે અનેક ખાકૃતિઓ વિવિધ રૂપધારી મૂર્તિઓ બનાવી તીર્થોને ભાવ્યા છે.
છેલ્લે રાજા મહારાજાઓ, મુસલમાન બાદશાહ અને મુગલ સમ્રાટોએ ભારતીય કલાને જે રૂપે ઉત્તેજન આપ્યું છે તે સૌમાં તીર્થધામનું શિલ્પ ઉત્કૃષ્ટ અને ઉત્તમ છે,
“ “ગુજરાતની કેટલીક અન પતિમાઓ” લેખક નિરાલાલ ભાઈસ કર દવે. કુમા ૩૦૦ મો અંક