________________
આધીન નથી. (B) એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. (C) દ્રવ્યનો | એક, ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું કંઈ કરી શકે નહિ. એ પ્રકારે હું, જ્ઞાન સ્વભાવી આત્મા, સર્વે દ્રવ્યથી ભિન્ન એને સ્વતંત્ર છું તેવો ભેદજ્ઞાન રૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. (૭) ટ્રસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમિત છે, છતાં દ્રવ્યના સ્વરૂપ-પ્રતિતના કારણરૂપ આ શક્તિ વિશિષ્ટ ગુણસ્વરૂપ છે. એટલે શું? કે ભગવાન-આત્મા-અનંતગુણનિધાન પ્રભુ-સદાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે- ટકી રહે છે, તે પોતાના સ્વરૂપથી પડીને કદી ય પરરૂપ-જડરૂપ થઈ જતો નથી, તેનો કોઈ ગુણ અન્ય ગુણરૂપ થઈ જતો નથી, તથા તેના અનંત ગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમજ દ્રવ્યની-આત્માની કોઈ પર્યાય અન્ય પર્યાય રૂપે થઈ જતી નથી, સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો ! દ્રવ્યરૂપમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો આ કોઈ અલૌકિક સ્વભાવ છે. દ્રવ્યરૂપ ઘટે નહિ, વધે નહિ, સ્વરૂપનો કોઈ અંશ (ગુણ) કદી છૂટે નહિ, શ દ્રવ્યરૂપ થાય નહિ, ને નવું કાંઈ તેમાં આવે નહિ. આવો અગુરુલઘુસ્વભાવી ભગવાન આત્મા છે. (૮) જે શક્તિના ત્રાણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ (a) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ના થાય, (b) એક ગુણ બીજા ગુણરૂપ, ન થાય અને (c) એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વિખરાઈને, જુદા જુદા ન થઈ જાય, તે શક્તિને અગુરુલઘુત્વગુણ કહે છે. અગુરુલઘુત્વગુણથી વિશેષ એ સમજવું કે, (A) કોઈ પણ દ્રવ્ય, બીજા દ્રવ્યને આધીન નથી, (B) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું, કંઈ કરી શકે નહિ, (C) દ્રવ્યનો એક ગુણ બીજા ગુણનું, કંઈ કરી શકે નહિ. આ પ્રકારે હું જ્ઞાનસ્વભાવી આત્મા, સર્વે દ્રવ્યથી ભિન્ન અને સ્વતંત્ર છું
તેવો ભેદજ્ઞાનરૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. અગરચ્છત પ્રતિજીવી :ગોત્ર કર્મના અભાવપૂર્વક, જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ
થાય છે, અને ઉચ્ચ-નીચનો વ્યવહાર દૂર થાય છે, તે ગુણને અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે.
૧૫ આગરાત પ્રતિજીવી ગુણ ગોત્રકર્મના અભાવપૂર્વક જે ગુણની શુદ્ધ પર્યાય
પ્રગટ થાય છે તેને ઉચ્ચ-નીચતાનો વ્યવહાર પણ દૂર થઈ જાય છે તે ગુણને
અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે. અગુરુલઘુત્વશક્તિ :
ષસ્થાનપતિત-વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ), એવો જે વિશિષ્ટ (ખાસ) ગુણ, તે સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ થસ્થાનોમાં પડતી. સમાવેશ પામતી-વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ, જેનાથી (જે ગુણથી) થાય છે, અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે, એવો કોઈ ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે. ષસ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમિત છે, છતાં દ્રવ્યના સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ આ શક્તિ, વિશિષ્ટ ગુણસ્વરૂપ છે. એટલે શું ? કે ભગવાન આત્મા-અનંતગુણનિધાન પ્રભુ-સહાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ટિત રહે છે-ટકી રહે છે; તે પોતાના સ્વરૂપથી પડીને કદીય પરરૂપ-જડરૂપ થઈ જતો નથી, તેનો કોઈ ગુણ અન્યગુણરૂપ થઈ જતો નથી, તથા તેના અનંત ગુણ, દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમ જ દ્રવ્યની-આત્માની કોઈ પર્યાય, અન્ય પર્યાયરૂપે થઈ જતી નથી. સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો ! સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો, આ કોઈ અલૌકિક સ્વભાવ છે. સ્વરૂપ ઘટે નહિ, વધે નહિ, સ્વરૂપનો કોઈ અંશ (ગુણ) કદી છૂટે નહિ, અન્યરૂપ થાય નહિ, ને નવું કાંઈ તેમાં આવે નહિ. આવો અગુરુલઘુસ્વભાવી ભગવાન આત્મા છે, તેને ઓળખી દષ્ટિગત કરતાં, પર્યાયમાં નિર્મળતા
નિર્મળતા પ્રગટે છે, અને આ ધર્મ છે. અગરથનામ કર્મ :જે કર્મના ઉદયથી શરીર લોઢાના ગોળા જેવું ભારે અને
આકડાના રૂના જેવું હલકું ન હોય તેને અગુરુલઘુ નામ કર્મ કહે છે. અગ્રેસર :પ્રધાન; મુખ્ય. અગ્રાહ્યઃગ્રહણ યોગ્ય નહિ, ન જાણી શકાય એવું.