Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ ભારેલો અગ્નિ . ભભૂકતી જવાળા ... આઝાદીની ઉષા ... અ નું . ૧ ... ૫ ... ૩૬ કે મ હુકૂમત-એ-આઝાદ હિંદ . ૧૪ ચા દિલી ... ઓસરતાં પૂર ;- - ૧૧૮ જય હિન્દ હિંદની એક અપ્રસિદ્ધ વીરાંગનાની રોજનીશીનાં આ શેડાંક પાનાં છે. પૂર્વ એશિયામાં હિંદી આઝાદીને ખાતર જે એક યશસ્વી મહાભારત સર્જાયું તે આ વીરાંગનાઓ નજરે નજર દીઠેલું. ૧૯૪૧ના ડિસેમ્બરના વાવટેળસમા દિવસે માં અને તે પછી, બ્રિટિશ સલતનતના કડાકા બોલતા, આ મહિલાએ કાનેકાન સાંભળેલા. મલાયા અને બ્રહ્મદેશમાં એક છેડેથી બીજે છેડે સુધી પીતવર્ણ જાપાનીઓનાં ધાડાં ફરી વળતાં એ વીરાંગનાએ દીઠેલાં અને સ્વતંત્ર હિદની આરઝી હકુમત તથા અમર આઝાદ હિંદ ફોજની જનેતા સમી કાતિના ઉદયને પણ એણે દીઠેલું. એ ક્રાનિતના ઉદયાકાળે એ હાજર હતી. એના મધ્યાહ્નકાળને ઝગારા મારતે પ્રકાશ પણ એણે મા. અને છેલ્લે એના સાયંકાળના સુદીર્ધ એળાઓને આવનારી કાળરાત્રીના ધીરે ધીરે ગાઢ બનતા જતા અન્ધકારમાં સમાતાં પણ, એણે દીઠા. આરામ ખુરસીમાં આળોટનાર કેઈ આત્મતુષ્ટ માનવીની આ રજનીશી નથી; નથી કે સમાજની ઢગલીના અંતરની ધુમ્રસૃષ્ટિ કે નથી કોઈ સિદ્ધહસ્ત અખબારનવેશને હાથ-કસબ. ઝાંસીની રાણુ ટુકડીની સંગાથે હાથમાં બંદૂક લઈને લડવા નીકળેલી એક કાન્તિવાદી હિંદી યુવતીની આ છે એક સીધીસાદી, અનુભવસિદ્ધ અને રંગરોગાન વગરની કથા. અલંકારેની એને આવશ્યક્તા નથી. એ વીરાંગના ઇછતી હતી ફક્ત એપ્લ કે- જય હિંદને નાદ..અને મુક્તિ-સંગ્રામના ખેલણહાર એશિયાના ત્રણ લાખ હિંદીઓનાં અંતરે માં એ નાદે કરીને ઊઠતી સ્વમસૃષ્ટિ..એ બધું એના સાચા અને વાસ્તવિક સ્વરૂપમાં આપણું દેશવાસીઓ પાસે રજૂ થાય. આમાં અમે જે કૈ પણ કર્યું હોય તે તે ફક્ત એટલું કે કાર્યકરોના નામોને અમે કાળજીપૂર્વ કાઢી નાખ્યાં છે અને દેખીતાં કારણેસર અત્યારે જે સામગ્રીની પ્રસિદ્ધિ અનિટ ગણાય, તેને અમે આ પ્રકાશનમાંથી બાતલ રાખી છે. –સંપાદક અનુવાદકના બે શબ્દ જય હિન્દનું અંગ્રેજી પુસ્તક હાથમાં આવ્યું કે તરત જ વાંચી ગયે-એક જ બેઠકે. મનમાં થયું કે આને ગૂજરાતીમાં ઉતારવું જોઈએ. મુ. અમૃતલાલ શેઠને કાને આ ઇચ્છા પહોંચી. એમણે પણ સંમતિ આપી.. અનુવાદનું કામ ચાલતું હતું તે દરમિયાન મારે મુંબઈની બહાર જવાનું થવાથી પૃષ્ટ ૧૩-૮૪ તથા પૃષ્ઠ ૧૨૪-૧૨૬ સુધીમાં અનુવાદ શ્રી દિલીપ ઠારીએ કર્યો છે, જે માટે તેમને આભારી છું. વળી હસ્તપ્રતને પ્રેસમાં મોકલતાં પહેલાં તેને તપાસી જવાની, તેના મૂક લેવાની મહેનત શ્રી જીવનલાલ નાનીએ લીધેલ છે જેની સાભાર નોંધ લેવી ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 152