Book Title: Jai Hind Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala Publisher: Janmabhumi Prakashan Mandir View full book textPage 7
________________ પ્ર વે શ ક બ્રહ્મદેશ અને સિયામના મારા છેલ્લા પ્રવાસે મને સુભાષ બેઝની આઝાદ હિંદ સરકાર સાથે સંબંધ ધરાવતાં માનવીઓ અને સામગ્રીઓના સંપર્કમાં મૂકી દીધો; એટલું જ નહિ, પરંતુ વતનમાં પાછા ફર્યા પછી પણ એ સંબંધના કેટલાક બીજા સંપર્કોનું ખાસ લક્ષ એ પ્રવાસને કારણે મારા પ્રત્યે ખેંચાયું. આ લખાણ પ્રસિદ્ધ થાય છે તેની સામગ્રી આ રીતે પ્રાપ્ત થઈ. જે પ્રસિદ્ધિની, એ સામગ્રી, ખૂબ અચ્છી રીતે હકદાર હતી, તે આજે એને મળી રહી છે એ જોઈને હું આતંદુ છું. ઇતિહાસકારને ઘટનાઓને કે એ ઘટનાઓમાં ઓતપ્રોત થયેલી વ્યક્તિઓને સીધે સંપર્ક ન જ હોય. એ તે પોતાની પાસેની વિવિધ સામગ્રીઓને નીરક્ષીરન્યાયે જુએ, ચકાસે અને છણે; અને એ સંશોધનકાર્યમાંથી ઈતિહાસનું સર્જન કરે. નેંધપોથી એ. મોટે ભાગે, એના લખનારે રોજ-બ-રોજ જોયેલી અને અવેલેકેલી ઘટનાઓની નોંધ છે. પરિણામે, નેધથી એ ઈતિહાસ જ છે–એક એવો ઈતિહાસ-કે જેમાં સત્યની પવિત્રતાનું સંરક્ષણ ખૂબ વધારે પ્રમાણમાં થયેલું હોય છે. મને ખાતરી છે કે, આ બધું જોતાં, આ નોંધથીના પ્રકાશનને જાહેર જનતા વધાવી લેશે. એક વાર ફરીથી મારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે આ પ્રકાશન એ ફક્ત ઘટનાઓની સાદીસીધી નેંધ જ છે... અને એ જ એનો આશય છે. યુદ્ધકાળ ચાલુ હોત, તે, રખેને એના પ્રકાશનને કારણે યુદ્ધના સંચાલન ઉપર અસર થાય એ વિચારે, મેં પ્રકાશકને આ પ્રકાશન ન કરવાની સલાહ આપી હેત; પરંતુ યુદ્ધ હવે પૂરું થયું છે, એટલે હવે સ્મૃતિઓ ઝાંખી થઈ જાય અને અતિશક્તિ કે વિભૂતિપૂજાના તો એમાં છાનાંછપનાં દાખલ થઈ જાય તે પહેલાં એને સત્વર જ મુદ્રાંકિત કરી દેવી જોઈએ. આ પ્રકાશને એ બન્ને દોષને અળગા રાખવાનો પ્રયત્ન કર્યો છે. હવે સુભાષબાબુ અને એમની આઝાદ હિંદ સરકારને માટે એક શબ્દ. સુભાષબાબુએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને એવાં બીજાં પગલાં લીધાં છે જેમને ન ગમ્યાં હોય એવા લેકે હિંદમાં છે. એમને એમનું દૃષ્ટિબિન્દુ અખત્યાર કરવાનો અધિકાર છે. પરંતુ તે લોકોને પણ અને સુભાષબાબુનાં કદરમાં કટ્ટર વિરોધીઓને પણ, ન્યાયને ખાતર, સુભાષબાબુના હેતુઓની ઉચ્ચતા, એમણે ખેડેલ ઐતિહાસિક જોખમ, અને આઝાદ હિંદ સરકારના એમના સાહસને અંગે એમણે આપેલ ભવ્ય આત્મભોગને સ્વીકાર તે કરવો જ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 152