Book Title: Jai Hind Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala Publisher: Janmabhumi Prakashan Mandir View full book textPage 8
________________ છેલ્લા બે સૈકાઓથી આપણને આપણું શાસકોએ નિઃશસ્ત્ર બનાવી દીધા છે. શસ્ત્ર ઉપાડતાં આપણે કરીએ છીએ. આપણને લાગે છે કે સશસ્ત્ર બનીને આપણી સ્વાધીનતા માટે લડવાનું આપણાથી ન બની શકે. સુભાષે આપણને અને આખી દુનિયાને પુરવાર કરી બતાવ્યું છે કે, આપણે એ સંભ ક્ષણિક છે. આપણે વ્યાપારીઓ અને કારકૂને સુદ્ધાં, આપણી હેકરીઓ સુદ્ધાં, આયુધ ઉપાડી શકીએ છીએ અને લડી શકીએ છીએ. આપણી કોમી સમસ્યા, આહારની સમસ્યા, ભાષાની સમસ્યા–અને એવી એવી અનેક સમસ્યાઓને એમણે ઉકેલી બતાવી છે. પૂર્વ એશિયાને એમનો આ પ્રયોગ, એ આપણી પ્રજાના ભાવી કાર્યક્રમ માટેની દોરવણીની એક નવી પ્રેરણું છે. આઝાદ સરકારના પૂર્વ એશિયાના પ્રયોગે આપણને ઘણું શીખવ્યું છે અને આપણી આંખે ઉડાડી છે. આપણે આપણને ધારી બેઠા હતા તેના કરતાં વધારે ધરખમ, વધારે સશકત અને સારા, અને સ્વાધીનતા માટે વધારે સુયોગ્ય છીએ, એ વાતનું એણે આપણને ભાન કરાવ્યું છે. આપણે દેશ સુભાષબાબુનો અણુ બન્યો છે. એમણે હિંદમાં છે કે કર્યું કારવ્યું છે, તેને માટે તે આપણે એમના ઋણી હતા જ. પરંતુ પૂર્વ એશિયામાં એમણે જે કર્યું છે તેણે તે આપણને એમના ખૂબ ખૂબ વધારે ઋણું બનાવી મૂક્યા છે. સુભાષબાબુ ઝિન્દાબાદ! ઈન્કિલાબ ઝિન્દાબાદ ! જય હિંદ! સપ્ટેમ્બર ૧૯, ૧૯૪૫ પ્રિય ભાઈ, એ મહામેલી ચીજ તમને મલું હિન્દી સ્વાતંત્ર્ય માટેનાં આપણાં યુદ્ધ દરમિયાનના કટોકટીના કેટલાક મહિનાઓની મારી નોંધપોથી. આને કેઈ પણ ઉપયોગ કરવાની તમને છૂટ છે-એમ કરવાથી દેશનું કલ્યાણ સધાશે એમ તમને લાગતું હોય તે. આના કોઈપણ એક ભાગને પ્રસિદ્ધ કરવાની તમારી ઈચ્છા હોય તે તેમ પણ તમે કરી શકે છે-તમને યોગ્ય લાગે તે રીતે. મારી થર તે ફક્ત એક જ છે. આની પ્રસિદ્ધિથી આપણું આઝાદીનાં દેલનને વેગ મળે જોઈએ. આ શરતે આ આખીય સામગ્રીની કુલ મુખિયારી તમારી છે. જય હિન્દ ! તમાં ની ભગિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 152