________________
બહાર પડેલી. તેમજ હસ્તલિખિત પ્રતમાં એક મુ. ખંભાત. શ્રી જૈનશાલા સ્થાપિત નીતિવિજય જૈન પુસ્તકાલયમાંથી પૂ. મુનિરાજ શ્રી કનકવિજયજી દ્વારા મળી હતી, કે જે પ્રત ૩૯ પાનાની અને અશુદ્ધ તેમજ ત્રીજા પાના વિનાની હતી. અને બીજી હસ્તલિખિત પ્રત દેવશાના પાડાના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી પૂ. મુનિરાજ શ્રી કાન્તિવિજયજી દ્વારા પ્રાપ્ત થઈ હતી જે પ્રત શુદ્ધ હતી. અને એનાથી એક બે અગત્યના સ્થળોએ મુદ્રિતની અશુદ્ધિ સુધારવામાં સારી મદદ મળી છે.
- આ પ્રશ્નોત્તર ગ્રંથના એકંદર ચાર પ્રકાશ છે. પહેલા પ્રકાશમાં ૪ પ્રશ્રકારોના એકંદર ૪૬ પ્રશ્નો છે. બીજામાં ૧૪ પ્રશ્રકારોના એકંદર ૫૮ પ્રશ્નો છે. ત્રીજામાં ૧૪ પ્રક્ષકારોના એકંદર ૧૨૬ પ્રશ્નો છે. ચોથામાં ૬ પ્રશ્રકારોના એકંદર ૭૬ પ્રશ્નો છે. સર્વ મળીને એકંદર ૩૦૬ પ્રશ્નોત્તરો આ પુસ્તકમાં આપેલા છે. '
આ પુસ્તકનો રચનાકાલ ચોક્કસ ઉપલબ્ધ થયો નથી તો પણ અનુમાનથી વિક્રમની સત્તરમી શતાબ્દી કહી શકાય છે. *
આ પ્રશ્નોત્તરનો એક ગુર્જર અનુવાદ પ્રકાશક જી. એમ. ગેકટીવાળા એન્ડ બ્રધર્સ તરફથી સને ૧૯૧૩ માં બહાર પડેલો પાછળથી જાણવામાં આવ્યો હતો. તે ચોપડી હાલ અપ્રાપ્ય છે. તેનો આ અનુવાદમાં ૭પ માં ટિપ્પણ સિવાય ક્યાંય ઉપયોગ કર્યો નથી.
આ અનુવાદ હેં પ્રવચન પ્રભાવક પ્રૌઢગીતાર્થ આગમ પ્રજ્ઞ પૂ. ગુરુવર્ય આચાર્યદેવ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય પ્રેરણાથી સં. ૧૯૯૮ ના વિજયદાનસૂરિ-જ્ઞાનમંદિર-પૌષધશાલાના ચાતુર્માસ પછી લગભગ ૧૯૯૯ના માગશર માસમાં શરૂ કર્યો હતો. આજે એજ પૂ. ગુરુદેવની અમીદૃષ્ટિભરી સુસહાયથી તેમજ વિનાનિધાન આત્મ સહોદર પૂ. મુનિરાજ શ્રી વર્ધમાનવિજયજી તથા મુનિરાજ શ્રી જયંતવિજયજી, મુનિરાજ શ્રી રૈવતવિજયજી આદિ ગુરુભાઈઓના શુભ ટેકાથી પૂર્ણ કરવા શક્તિમાન થયો છું. .
આ અનુવાદને પૂજ્ય ગુરુદેવ પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ ગયા છે અને હારી ભૂલો બતાવી મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. છેવટે ગચ્છનાયક સિદ્ધાન્ત મહોદધિ સુવિહિત શિરોમણિ પરમગુરુદેવ આચાર્ય શ્રીમદ્વિજય