________________
સુધી ગોચરી જવાય નહી, સાથે એક મોભ હોય તો તેને ત્યાં, એક ખડકી હોય તો તે ખડકીમાં રહેનારાઓને ત્યાં, એક પોળ હોય તો તે પોળમાં રહેનારાઓને ત્યાં ગોચરી જવાય નહિ, છોકરો જન્મ્યો હોય તો દશ દિવસ છોકરી જન્મી હોય તો અગીયાર દિવસ સુધી પૂજા વગેરે થાય નહી, સુવાવડ કરનારી બાઈ અમુક દિવસ પૂજા કરી શકે નહી, મરણનું સુતક નાનું હોય અગર મોટું હોય તો અમુક દિવસ સુધી પૂજા પ્રતિક્રમણ આદિ થાય નહી, લૌકિક ગયા હોય તેને આઠ અગર સોળ અગર ચોવીસ પ્રહર પૂજા સામાયિક પ્રતિક્રમણ થાય નહિ' ઈત્યાદિ કરાતો પ્રચાર નર્યો અજ્ઞાનતા મૂલક છે. પ્રતિક્રમણાદિ પુસ્તકોમાં આવું છપાવનારાઓને મારી ખાસ ભલામણ છે કે તેઓ આ શ્રીહીરપ્રશ્ન અને તદનુવાદક શ્રી સેનપ્રશ્નના પ્રશ્ન જોઈને શ્રીતપગચ્છ સામાચારી બરાબર સમજી લે અને તેમના હાથે ધર્મકૃત્યમાં અંતરાયકારક સૂતક વિષયક જે શાસ્ત્રવિરુદ્ધ ખોટો પ્રચાર થતો હોય તેના પાપથી શીઘ્ર બચી જાય.
સૂતકના કારણે પૂજા પ્રતિક્રમણાદિ બંધ કરાવનારાઓ ખરતરાદિકોની જ માન્યતાઓનું પોતાની અજ્ઞાનતાથી પોષણ કરી રહેલા છે, તેની વધુ ખાત્રી કરવા માટે શ્રી તપાખરતર સંવાદ જોવાની વાંચકોને ભલામણ છે.
આ અનુવાદમાં દરેક પ્રકાશમાં દરેક પ્રશ્નકાર અને તેમના પ્રશ્નો જાદા આંકથી તારવવામાં આવ્યા છે. તેમજ તે તે પ્રકાશના પ્રશ્નોના અનુક્રમ અને એકંદર આખા ગ્રંથના પ્રશ્નોત્તરોના અનુક્રમ અંકો સળંગ બતાવવામાં આવ્યા છે.. પ્રશ્નોત્તરોમાં આવતી ગાથાઓ તેમજ બીજી અનેક ઉપયોગી બાબતોની વાંચકોને તલસ્પર્શી સુંદર માહિતી મળે તે માટે આ અનુવાદમાં અમુક અમુક
સ્થળે ઉપયોગી ટિપ્પણો આપવાની જરૂ૨ પણ વિચારવામાં આવી છે. એકંદર ૭૫ ટિપ્પણો આમાં આમેજ કર્યાં છે, તેના તરફ વાંચકોનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ.
આ અનુવાદની સાથે મૂળ ગ્રંથ પણ આખો પ્રગટ કરવામાં આવ્યો છે. તેથી વાંચનારાઓને અનુવાદનાં સ્થળો સાથે મૂલ જોવું હશે તો સુગમ થઈ પડશે. આ ગ્રંથના સંશોધનમાં બે મુદ્રિત અને બે હસ્તલિખિત પ્રતો રાખવામાં આવી હતી. ‘હંસવિજય જૈન ફ્રી લાયબ્રેરી' મું. અમદાવાદથી બહાર પડેલી એક મુદ્રિત પ્રત અને બીજી શા. ચંદુલાલ જમનાદાસ મુ. છાણી (ગુજરાત) થી