Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ આ જગદ્ગુરુ શાસનદીપક સંવત ૧૬૫૨ ના ભાદરવા સુદ ૧૧ ને દિવસે ઉનામાં સમાધિ પામ્યો હતો. આ ગ્રંથમા આલેખાયેલા લગભગ દરેક વિષયને સ્પર્શતા સવાલો તેમજ તેના સચોટ ખુલાસાઓ વાંચનારને ઘણા જ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડે તેવા છે, એમાં તલમાત્ર શંકાને સ્થાન નથી. યાવત્ સામાચારી વિષયક કેટલીક ઝીણી ઝીણી ગુંચોનો સુંદર ઉકેલ પણ આમાં આપવામાં આવ્યો છે. વર્તમાનમાં તિથિ તથા સૂતકાદિ વિષયોમાં સાગરપક્ષે જે કોલાહલ મચાવ્યો છે તે નર્યો સિદ્ધાન્ત અને સામાચારીથી વિરુદ્ધ છે, એ આ પુસ્તકનું જો તટસ્થ દૃષ્ટિથી વાંચન કરવામાં આવશે તો સાગરપક્ષમાં પડેલા કેટલાક વિજય(પક્ષ)ના આચાર્યાદિ મુનિવરોને પણ સાફ સાફ દીવા જેવું દેખાઈ આવશે. જગદ્ગુરુ શ્રીવિજયહીરસૂરિમહારાજા આચાર્ય શ્રીવિજયદાનસૂરિ મહારાજાની પાટે અભિષિક્ત થયા હતા. આચાર્ય શ્રી વિજયદાનસૂરિ મહારાજા આચાર્ય શ્રી આનંદવિમલસૂરિ મહારાજાની પાટે અભિષિક્ત થયા હતા. તેમના સમયમાં પણ તિથિ આરાધનામાં લૌકિક પંચાંગો જ મનાતાં હતાં તથા તેમાં આવતી તિથિઓની ક્ષય વૃદ્ધિ અન્ય કોઈ તિથિઓમાં ખસેડાતી ન હતી. કલ્યાણક તિથિઓ, બાર પર્વિઓ, જોડીઆં કે બીનજોડીઆં એ તમામમાં ક્ષીણ તિથિ પૂર્વ દિવસે આરાધાતી અને વૃદ્ધ તિથિ ઉત્તર દિવસે આરાધાતી, એ વાતને આ પુસ્તકના ૧૦૯ તથા ૨૫૭ પ્રશ્નો ટેકો આપે છે. આ આચાર્યદેવની પાટે આચાર્ય વિજયસેનસૂરિજી અને તેમની પાટે આચાર્ય વિજયદેવસૂરિજી તથા દ્વિતીયાચાર્ય શ્રી વિજયતિલકસૂરિજી ઉર્ફે આણંદસૂરિજી થયા, આ મહાપુરુષોએ પણ શાસનની અતુલ પ્રભાવનાઓ કરી હતી. શ્રીસેનપ્રશ્ન આ ગ્રન્થમાં કહેવાયેલી વાતોનો સંવાદ કરનારો ગ્રન્થ છે, તેમાં આનાં પ્રતિપાદનોથી ઉલટી વસ્તુ કદ્દી આવી શક્તિ નથી જ. સાગરપક્ષની ઇચ્છાનુસાર તિથિચર્ચા શેઠ કસ્તુરભાઈ લાલભાઈ મા૨ફત પુનાના તટસ્થ વિદ્વાન પી. એલ. વૈદ્યને લવાદ નીમીને તેઓના ફેંસલા મુજબ વર્તવાની સહી સાથે બન્ને પક્ષકાર આચાર્યોએ પાલીતાણા-સિદ્ધક્ષેત્રમાં જાહેર રીતે કરી હતી. તેમનો નિર્ણય પોતાની વિરુદ્ધનો આવશે એમ સમજીને આ. શ્રી આનન્દસાગર મહારાજે તા. ૫-૭-૪૩ ને રોજ તટસ્થ ઉપર અયોગ્ય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 166