Book Title: Hir Prashna Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 9
________________ કુશાગ્રબુદ્ધિ મુનિ હીરહર્ષને વિદ્યાપ્રાપ્તિ પ્રત્યે અભિરૂચિ સારી હતી એટલે ગુરુઆજ્ઞાથી બે મુનિવરોની સાથે ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે દેવગિરિ ગયા અને ત્યાં રહી ન્યાયશાસ્ત્રના કઠિન ગ્રંથો ચિંતામણિ વગેરેનો અભ્યાસ કરી ગુરુજી પાસે આવ્યા. સૂરિજીએ પોતાના વિનીત વિનેયની યોગ્યતા નિહાળી હરિહર્ષમુનિને ૧૬૦૭માં નાડલાઈ (મારવાડ) ગામે પંડિતપદથી અને ૧૬૦૮માં તેજ ગામમાં માઘ શુક્લ પંચમીએ ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા અને ૧૬૧૦માં શીરોહી મૂકામે સૂરિપદ આપવામાં આવ્યું. ત્યારથી હીરહર્ષ શ્રીહરવિજયસૂરિના નામથી પ્રસિદ્ધિ પામ્યા. વિજયદાનસૂરિના સ્વર્ગવાસ પછી ૧૬રરમાં ભટ્ટારક પદવી પ્રાપ્ત થતાં તેઓએ સકલસંઘનો ભાર ઉઠાવી લીધો અને આ પૃથ્વીતલને પાવન કરતા ગુજરાતમાં વિચરવા લાગ્યા. તે વખતે સૂબાઓની નાદિરશાહીને (= પ્રબળ અત્યાચારને) પરિણામે આ પુણ્યપુરુષને ઘણું સહન કરવું પડયું હતું. આ ઉત્તરદાતામાં સહનશીલતા ઈન્દ્રિયદમનતા અને પ્રવચનવત્સલતા આ ત્રિવેણીનો સંગમ અપૂર્વ શોભતો હતો. તે ચંપા નામની શ્રાવિકાના છ મહિનાના ઉપવાસ અકબર બાદશાહનું મન ખેચ્યું હતું. જે ગુરુના પ્રતાપે છમહિનાના ઉપવાસ નિર્વિઘ્ન પાર પડયા છે તે ગુરુનો કેવો પ્રભાવ હશે તે જાણવા વિજયહીરસૂરિને બોલાવવા આમંત્રણ કરવામાં આવ્યું હતું. તેઓશ્રીના પુણ્ય પ્રભાવથી અકબર બાદશાહ જેવા મુગલ સમ્રાટે પણ ઘણી હિંસાનો ત્યાગ કર્યો હતો; તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, આબુજી, સમેતશીખર આદિ તીર્થો જૈનોને સ્વાધીન, ને સર્વપ્રતિબંધ મુક્ત છે, એમ જણાવનારાં ફરમાનો કાયાં હતાં; આમજનતા ઉપરનો જીજયાવેરો માફ કર્યો હતો; કેદી જનોને છોડી દીધા હતા. એ આચાર્યદેવના પવિત્ર હાથે ઘણાં કુટુમ્બોનાં કુટુંબોની દીક્ષાઓ, ઘણી પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, નૂતન મંદિર નિર્માણો, જીર્ણોદ્ધારો, સંઘો, ઉઘાપનો, પદપ્રદાનો ઈત્યાદિ યાદગાર શાસનોન્નતિ થઈ હતી, કે જે સર્વ બાબતોની સાક્ષી શ્રી હીરસૌભાગ્ય, હીરવિજયસૂરીરાસ, સૂરીશ્વર અને સમ્રાટ આદિ અનેક ગ્રંથો પૂરી રહ્યા છે. અકબર બાદશાહે તેઓશ્રીને જગદ્ગુરુનું બિરૂદ આપ્યું હતું તે સાર્થક જ હતું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 166