Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ આક્ષેપો કરવા પૂર્વક જાહેર પત્રિકા બહાર પાડીને તે નિર્ણય કબૂલ નહિ રાખવાનો પોતાનો ઈરાદો જણાવી દીધો. આની સામે શેઠશ્રી કસ્તુરભાઈને પણ પોતાની નાપસંદગી તા. ૨૮-૭-૪૩ નો સંદેશ આદિ જાહેર પત્રોમાં જણાવી દેવી પડી છે. લવાદ મહાશયે તો બન્ને પક્ષની ચર્ચાઓ સાંભળીને પોતાનો પ્રામાણિક ઐતિહાસિક નિર્ણય ઠીક જ જણાવી દીધો છે, જેનો મતલબ આ પ્રમાણે છે જૈન સમાજમાં ચંડાશુગંડુ પંચાંગ મનાય છે તે જ માનવું, તેમાં આવતી તિથિઓને ફેરફાર કર્યા વિના માનવી. પર્વો કે કલ્યાણક કોઈ પણ તિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે ક્ષયે પૂર્વી ના નિયમ મુજબ પૂર્વ અને ઉત્તર દિવસે તેની આરાધના કરવી. પુનમ આદિની ક્ષય વૃદ્ધિએ પણ તેરસ આદિની ક્ષય વૃદ્ધિ કરવી નહિ. આજ પ્રમાણે ભાદરવા સુદ પાંચમની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે પણ તેને બદલે ભાદરવા સુદ ત્રીજની કે ચોથની ક્ષયવૃદ્ધિ કલ્પી લેવી નહિ અને ભાદરવા સુદ એથ-સંવત્સરીની ઉદય તિથિને ફેરવવી નહિ. આ. સાગરાનંદસૂરિજી આ વિષયમાં જે જિત-આચરણા અને આ. શ્રી વિજયદેવસૂરિજીના પટ્ટકના હવાલા આપે છે તે પ્રામાણિક તરીકે સાબીત થઈ શકતા નહિ હોવાથી માની શકાય તેવા નથી.” આજ વસ્તુસ્થિતિ સૂતકને માટે છે. જ્યારે આ ગ્રંથના ઉત્તરદાતા આચાર્યદેવ શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજ પ્રશ્ન ૨૪૮ ના ઉત્તરમાં “સૂતકના દશ દિવસ માટે પણ આગ્રહ રાખવાની મનાઈ કરે છે, કેમકે તે દેશાચાર છે, તથા ખરતરગચ્છીઓ, ‘જેના ઘેર સૂવાવડ હોય તેના ઘરના પાણીથી પૂજા ન થાય એવું જે માને છે” એમાં શાસ્ત્રનો કશો જ આધાર નથી, આપણા તપાગચ્છમાં એવું કાંઈ જ માનવામાં આવતું નથી, તેમજ કડુવા મતિ ગચ્છીઓ, “સુવાવડી બાઈઓથી એક મહીનો અડાય નહિ” એવું જે માને છે તેમાં પણ શાસ્ત્રનો કશોય આધાર નથી, તપાગચ્છીઓ એવું માનતા નથી', આવું સાફ સાફ ફરમાવે છે, ત્યારે આજના યન્માઘવેનોત્ત તન્ન કરનારા એથી ઉલટી જ રીતે સમાજને ઉંધે રસ્તે દોરી રહ્યા છે. તત્ત્વથી વિચારવામાં આવશે તો નિરાગ્રહી મનુષ્યોને સ્પષ્ટ દેખાશે કે આજે “સુવાવડીથી એકતાલીસ દિવસ સુધી અડાય નહિ, જેને ત્યાં સુવાવડ થઈ હોય તેને ત્યાં એકતાલીસ દિવસ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 166