Book Title: Hir Prashna Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 7
________________ પ્રકાશકીય નિવેદન જૈનશાસનમાં જિનમંદિર આદિ સાતક્ષેત્રોનો મહિમા અવર્ણનીય છે. આ સાત ક્ષેત્રોના મહિમાનું વર્ણન કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે- ધન વ્યાજે મુક્વામાં આવે તો વખત જતાં બમણું થાય, વેપારમાં રોકવામાં આવે તો ચારગણું થાય. ખેતીમાં વાપરેલું ધન સોગણું થાય, પણ જિનશાસનનાં સાત ક્ષેત્રોમાં વાપરેલું ધન અનંતગણું થાય. આવા મહિમાવંતા સાતક્ષેત્રોની ભક્તિ કરી શકાય એવા આશયથી વિં. સ. ૨૦૫૨માં અરિહંત આરાધક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. આ ટ્રસ્ટ તરફથી પ. પૂ. આ. ભ. શ્રીરાજશેખરંસૂરિ મહારાજ઼ સંપાદિત-અનુવાદિત નિત્યસાધના સંગ્રહ, યોગબિંદુ, યોગદૃષ્ટિ સમુચ્ચય, ચૈત્યવંદન મહાભાષ્ય, વીતરાગ સ્તોત્ર વગેરે અનેક ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. હવે અત્યારે હીરપ્રશ્ન (= પ્રશ્નોત્તર સમુચ્ચય) ગ્રંથનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ભવિષ્યમાં પણ અમને આવા પ્રકાશનોનો લાભ મળતો રહે અને સાતક્ષેત્રની ભક્તિ માટે પૂછ્યોનું શાસ્ત્રીય માર્ગદર્શન મળતું રહે એવી અભ્યર્થના. * લિ. અરિહંત આરોધક ટ્રસ્ટPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 166