Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય હીરપ્રશ્ન ગ્રંથ ગુજરાતી અનુવાદસહિત વિ. સં. ૧૯૯૯માં શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર (ડભોઈ) તરફથી પ્રકાશિત થયો હતો. વર્તમાનમાં તે ગ્રંથ અપ્રાપ્ય બનવાથી અને અનેક સાધુ મહાત્માઓની આના પુનઃ પ્રકાશન અંગે રૂબરૂ અને પત્ર દ્વારા પ્રેરણા થવાથી આ ગ્રંથને અરિહંત આરાધક ટ્રસ્ટ તરફથી પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રકાશનથી આ પ્રકાશનમાં નીચે મુજબ વિશેષતાઓ છે– (૧) પૂર્વ પ્રકાશનમાં પુસ્તકના આગળના ભાગમાં ગુજરાતી અનુવાદ અને પાછળના ભાગમાં સંસ્કૃત ગ્રંથ આપવામાં આવ્યો છે. આ પ્રકાશનમાં સંસ્કૃત ભાષાના અભ્યાસીઓને સંસ્કૃત અને અનુવાદ જોવામાં સરળતા રહે એ માટે સંસ્કૃત અને અનુવાદ સાથે આપવામાં આવ્યા છે. (૨) આમાં ક્રમશઃ પ્રકાશનંબર, પ્રકાશપ્રશ્નનંબર અને સળંગપ્રશ્નનંબર એમ ત્રણ નંબર આપવામાં આવ્યા છે.. (૩) કોઈ કોઈ સ્થળે વાક્યરચના વ્યવસ્થિત કરી છે. (૪) કોઈ કોઈ સ્થળે પ્રાચીન ભાષાના શબ્દપ્રયોગના સ્થાને વર્તમાનકાલીન ભાષાના શબ્દપ્રયોગો કર્યા છે. ' (૫) વ્યાકરણની દૃષ્ટિએ હ્રસ્વ-દીર્ધ આદિના સુધારા કર્યા છે. (૬) કોઈ કોઈ સ્થળે અનુવાદમાં અશુદ્ધિ ખ્યાલમાં આવવાથી શુદ્ધ અર્થ લખ્યો છે. જેમકે- પ્રકા).૧ પ્ર.૧૬માં વતી શુદ્ધતી’ એ વાક્યનો શુદ્ધ અર્થ લખ્યો છે. આ સિવાય ક્યાંય અનુવાદમાં કે ટિપણીઓમાં ફેરફાર કર્યો નથી. આથી અનુવાદકારના અનુપયોગ આદિથી અનુવાદમાં કે બીજા કોઈ પણ લખાણમાં ફેરફાર હોય તો તેની જવાબદારી મારી નથી. આ ગ્રંથના સંપાદનમાં મુનિશ્રી ધર્મશેખર વિજયજી તથા મુનિશ્રી દિવ્યશેખર વિજયજી સહાયભૂત બન્યા છે. આમાં ક્યાંય જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. 5 આચાર્ય રાજશેખર સૂરિ. દીપાવલી પર્વ-૨૦૧૪ ભીડભંજન જૈન ઉપાશ્રય કનેરી, આગ્રારોડ, ભીવંડી.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 166