Book Title: Gyansara Part 03 Author(s): Vijayravishekharsuri Publisher: Sacchidanand Gyanvardhak Trust View full book textPage 7
________________ ગ્રંથરત્નોની શ્રેણિમાં, બેશક, નિશંક સ્થાપી શકાતો ગ્રંથ એટલે જ "જ્ઞાનસાર"! જ્ઞાનસાર સાથેનો મારો નાતો બહુ જૂનો અને ગાઢો છે.અરે! લગભગ દરેક સાધક પુરુષ આ ગ્રંથને માણવાનું ચૂકતો નથી. એટલે જ જ્યારે સુશ્રાવક શ્રી કમલેશભાઈ દામાણીએ સૌહાર્દમૂર્તિ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રવિશેખર સૂરીશ્વરજી મહારાજાએ આલેખેલ "જ્ઞાનસાર–વિવેચનના પૃષ્ઠો મારા હાથમાં મૂક્યા અને બે અક્ષર લખી આપવા જણાવ્યું ત્યારે ના ન કહી શક્યો. સંપૂર્ણ વિવેચન વાંચી શકવાની મારી સમયાનુકુળતા ન હોવા છતાં મારા મનગમતા આ ગ્રંથ ઉપર જ્યારે મસ્ત મજાનું વિવેચન બહાર પડતું હોય ત્યારે બે અક્ષર લખી આ ગ્રંથરાજને વધાવવાની તક શીદને ન ઝડપુ? પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રવિશેખર સૂરીશ્વરજી મહારાજાના અધ્યાત્મરસથી ભરપૂર પ્રવચનો વખણાયા તો છે જ, પુસ્તકબધ્ધ થયેલા તે પ્રવચનો વંચાયા પણ એટલા જ છે. આથી જ તો જ્ઞાનસારના આ વિવેચનની 4 દ્વિતીય આવૃત્તિ ટૂંકા ગાળામાં બહાર પડી રહી છે. ગ્રંથ અધ્યાત્મક રસથી ભરપૂર છે. શબ્દોના ઢાંકણ પૂજ્યશ્રીએ ઉઘાડી આપ્યા છે. આપણે તો બસ એ રસને ગટગટાવવાનો છે, ઘૂંટડે–ચૂંટડે મૈત્રી-પ્રમોદ-કારુણ્ય અને માધ્યય્યના ઓડકારો, કહો કે અમૃતના ઓડકારો આપવાની તાકાત આ રસની છે... એટલે જ રસ પીધા પછી ઓડકાર ચેક કરવાનું ચૂકશો નહીં... જિનાજ્ઞા વિરુધ્ધ આલેખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. લિ. વિ.સં. 2073 ચૈત્ર સુદ-૯ આચાર્યપદદિન રાજકોટ પરમ પૂજ્ય સકલસંઘહિતચિંતક આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનો પ્રશિષ્ય આચાર્ય યશોવિજયસૂરી જ્ઞાનસાર-૩ // 6Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 398