Book Title: Gyansara Part 03 Author(s): Vijayravishekharsuri Publisher: Sacchidanand Gyanvardhak Trust View full book textPage 6
________________ પૂ. આચાર્ય ભગવંતશ્રી યશોવિજયજી મહારાજાના એક શુભેચ્છાના શબ્દોનો ગુલદસ્તો જ. જ ભારભૂત જ્ઞાનથી સારભૂત જ્ઞાન સુધીમાં પહોંચાડતો ગ્રંથ "જ્ઞાનસાર" પ્રત્યક્ષ આત્મજ્ઞાનની નિસરણીના કઠેડાસમી અદ્ભૂત બાબતોને બખૂબી દર્શાવતી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાની અમર કૃતિ એટલે "જ્ઞાનસાર"! પ્રણિધાન વગેરેના પગથિયા ચડી વિનિયોગના શિખરે પહોંચનારાજેમ ઓછા હોય છે તેમ ગ્રંથની દુનિયામાં પણ તેવું છે. બહું ઓછા ગ્રંથો એવા હોય છે જે સ્વયંભૂરમણ સમુદ્રને બે હાથે તરવા જેટલો અને જેવો સુદીર્ઘ પુરુષાર્થ કરવા મચી પડેલા સાધકને સતત દીવાદાંડીનું કામ આપતા રહે છે. સાધનાથી શ્રાંત બનેલા માટે ક્યારેક વડલો પુરવાર થાય છે, તો સાધનામાં પ્રમાદી બનેલા માટે ચાબુક પુરવાર થાય છે. પોતાના પ્રમાદી જીવનને સણસણતો તમારો ઝીંકતી ધારદાર ઉક્તિઓ હોવા છતાં પણ જે માના હાથે તમાચો ખાધાનો અહેસાસ કરાવે છે. કંઈક મેળવવા ઝંખતા, ભીતરમાં ડોકિયું કરી ડૂબી જવા માંગતા સાધકને ભીતર સુધી સ્પર્શી જાય તેવા સ્પંદનો જગાડવા એ જેવા તેવા વચનનું કામ નહીં. ભીતરને સ્પર્શીને નીકળેલી વાણી જ સામેવાળાના ભીતરને હચમચાવી શકે. અહીં મનોરંજનની વાત નથી. અહીં તો મનોમંજનની મંજનની વાત છે. જ્યાં સુધી ભીતરના પડલોને ઉલેચતું શકય જ્ઞાન લાધ્યું નથી ત્યાં સુધી જ્ઞાન ભીતરનો ભાર વધારનારું બની રહે તો આશ્ચર્ય નહીં. જો એ જ્ઞાનને ભારભૂત નબનાવવું હોય, પરંતુ સારભૂત બનાવવું હોય, તો એમાં સાર હૃદયની ભીનાશ ભેળવવી રહી. જ્ઞાનને સારભૂત બનાવતો અણમોલ અને દુર્લભ જ્ઞાનસાર-૩ || 5Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 398